કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે. સંદેશ ન્યૂઝ ખેડૂતોના પડખે ઉભુ રહી તેમને વાતને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યું છે અમે ખેડૂતોનો અવાજ બન્યુ છે. વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે છે છતા જ્યારે પાક વીમો ચૂકવવાનો આવે ત્યારે તેઓ ઠેંગો દેખાડે છે. સરકાર આ સ્થિતિને જોઇ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં ખેડૂતોને વરતી વાસ્તવિક્તાનો ચિતાર આપ્યો હતો.
રાજ્યમાં પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વીમા કંપની સામે આક્રોશ છે. ત્યારે આ મુદ્દાને જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં પણ ઉઠાવ્યો હતો.
તેઓએ વીમા કંપનીઓની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકારી મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ તપાસ થાય તેવી પણ તેમણે માંગ કરી હતી અને આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કરી હતી.

પૂનમ માડમે કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે તેઓ પાકવીમા મુદ્દે ઝડપથી દખલગીરી કરે . પૂનમ માડમે કહ્યું કે , સરકારના પ્રયત્નો હોવા છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યો . વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક નથી મળી રહ્યો

Krushikhoj WhatsApp Group