પાકવીમાની માંગણી સાથે નમસ્તે ટ્રમ્પનાં કાર્યકમમાં ખેડુતોએ પાકવીમાની માંગણી સાથેના ટી-શર્ટ પહેંરી કાર્યકમમાં જવાની ખેડુતોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ખેડુત આગેવાન જે.કે પટેલે ખેડુતોને અપિલ કરી છે કે આગામી 24, 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ અને દેશનાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે મોટેરા સ્ટેડિયમ આવી રહ્યા છે ત્યારે ખેડુતોએ પોતાની માંગો કરતી ટી-શર્ટ છપાવીને પહેરી નમસ્તે ટ્રમ્પ કરવા જવું જોઇએ ?
કાર્યકમમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ખેડુતો પોતાની રજુઆત કરી શકે જેવી કે પાકવીમા, સિંચાઇના પાણી જેવા ખેડુતોને લગતા જુદા-જુદા મુદ્દાઓ કે સમસ્યાઓ ટી-શર્ટમાં સિમ્બોલ સાથે WE WANT JUSTICE અથવા વીમો અમારો અધિકાર છે આવા છપાયેલી ટી-શર્ટો પહેરીને વડાપ્રધાન અને ટ્રમ્પનું પણ ધ્યાન કેન્દ્વીત થાય અને દુનિયાભરનું મીડિયા ખેડુતોની સમસ્યાથી વાકેફ બને અને ખેડુતો પોતાનો બંધારણીય હક મેળવવા જાગૃત બને, કુદરતી રીતે થયેલા નુકશાનીનું વળતર તાત્કાલિક સરકાર ચુકવે જેના માટે ખેડુતોએ જાગૃત બનવાની અપિલ ખેડુત આગેવાન જે.કે પટેલ અને ખેડૂતો નું માનવું છે.
વીડિયો વાયરલ કરી તેમણે તમામ ખેડુતોને સજાગ થવા અપિલ કરી છે. હવે જોવાનું છે કે, ખેડુતો ઘણા સમયથી પોતાના હક માટેની લડત લડી રહ્યા છે. જગતના તાતને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્વ મોદી સુધી સુરક્ષા એજન્સીઓ કાર્યકમ સુધી પહોંચવા દેશે કે નહીં તે બાબતે ખેડુતો પણ અવઢવમાં છે ત્યારે ખેડુત આગેવાન જે.કે પટેલ કાર્યકમમાં જવા અપિલ કરી છે કે આપણે આપડો હક માંગવો છે. નહીં કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવા જવું છે. હાલ તો જે.કે પટેલની ખેડુતોને અપિલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.