આંતરરાષ્ટ્રીય કપાસ વાયદામાં કડાકો સ્થાનીક કપાસ બજાર મા મંદી ખેડૂતો ચિંતામા આંતરરાષ્ટ્રીય કપાસ વાયદામાં મંદી સ્થાનીક બજાર માં રૂ મા મંદી ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો ગઈ કાલે મોડી રાત્રે – 4.87 % ડાઉન થયો 78.18 સેન્ટ બંધ આવ્યો હતો એક સપ્તાહ પહેલા 85 સેન્ટની ઉપર જોવા મળી રહેલ કોટન વાયદામાં શુક્રવારે કોટન વાયદો 78.18 સેન્ટ બંધ આવ્યો હતો

વાયદા બજારના ઘટાડાની અસર કપાસના હાજર બજાર ઉપર પણ જોવા મળી. છેલ્લા ત્રણેક સપ્તાહથી કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. હાલ રાજ્યના યાર્ડોમાં કપાસના ભાવમાં સરેરાશ રૂ.1510 થી રૂ.1620 ની સપાટી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં જ કપાસના ભાવમાં સરેરાશ રૂ.90 સુધીનો ઘટાડો નોંધાયો છે. રૂની ગાંસડીનો ખાંડીએ ભાવ ઘટીને રૂ. 61500 ની સપાટીએ આવી ગયો છે. છેલ્લા એક મહિનાથી દેશભરમાં કપાસની આવકો ઉંચા સ્તરે જળવાઇ રહેતા બજારમાં લેવાલી કરતાં વેચવાલીનું પ્રેશન વધ્યુ છે.

કપાસમાં ગયા વર્ષે રેકોર્ડબ્રેક ઊંચા ભાવ થયા પછી આ વર્ષ મંદીનું થઇ ગયું છે. એકધારા ઘટતા જતા ભાવને લીધે ખેડૂતોમાં ભારે અસંતોષ છે

કપાસનો મોટો જથ્થો પડ્યો છે અને બજારમાં આવવાનો બાકી છે સૌરાષ્ટ્ર જિન એસોસિયેશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ કહે છે કે, ગુજરાતમાં ૯૫ થી ૧૦૦ લાખ ગાંસડીના ઉત્પાદનની સંભાવના છે. જોકે પ્રેસીંગના આંકડાઓ ખૂબ નીચા આવે છે એ જોતાં ખેડૂતોએ હજુ પણ મોટી તેજી થશે એવી આશાએ કપાસ સાચવી રાખ્યો હોવાનું ફલિત થાય છે.

ખેડૂતોને પાછલી સિઝનમાં રૂા. ૨૨૦૦-૨૫૦૦ના ભાવ પ્રતિ મણ મળ્યા હતા. એ કારણે આ વખતે કપાસની સિઝન શરૂ થઇ ત્યારથી ખેડૂતોએ રૂા. ર હજાર સિવાય કપાસ વેચવો નથી એવું વલણ રાખ્યું હતું. જોકે વેશ્વિક બજાર અને સ્થાનિક બજારમાં ખપત ઓછી થઇ જતાં કપાસનો ભાવ એકધારો ઘટતો ગયો છે. અને અત્યારે ગામડે બેઠાં રૂા.૧૬૦૦ ના ભાવ થઇ ગયા છે જે સિઝનની બોટમ સપાટીએ છે. કિસાનોને હવે એપ્રિલ-મે મહિનામાં તેજીની આશા છે એટલે વેચવાલી ધીમી છે. જોકે કપાસ બજારના અભ્યાસુઓ એમ કહે છેકે, હવે મોટી તેજી આવવાની સંભાવના ઘણી ઓછી છે. કપાસનો ભાવ રૂા. ૧૫૫૦-૧૮૦૦ ની રેન્જમાં રહેશે અને રૂની ગાંસડીનો ભાવ ખાંડીએ રૂા. ૬૧,૦૦૦- ૬૪,૦૦૦ની વચ્ચે રહી શકે છે તેવું અનુમાન છે

Krushikhoj WhatsApp Group