કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે દુકાનો ખોલવાને લઈને જે કન્ફ્યુઝન છે, તેને સરકારે થોડું દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં સલૂન, પાર્લર અને દારૂની દુકાનો ખુલવાની રાહ જોઈ રહેલા લોકોને નિરાશા મળી છે. સરકારે સ્પષ્ટ કહી દીધી છે કે, આદેશમાં આ દુકાનોને ખોલવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી
રૂપાણી સરકારે રાજ્યના નાના-મોટા દુકાનદારોને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં આવતીકાલથી તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો શરૂ કરી શકાશે. મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. સ્ટેશનરી,ચશ્માંની દુકાનો,પ્રોવિઝન સ્ટોર જેવી દુકાનો શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યું હતુ કે રાજ્યમાં પાન મસાલાની દુકાનો શરૂ કરવા દેવામાં નહી આવે. તે સિવાય સલૂન, સ્પા અને દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી નથી. સાથે તેમણે કહ્યું કે, કન્ટેન્ટમેન્ટ એરિયા બહાર આવેલી દુકાનો જ શરૂ કરી શકાશે. હોટસ્પોટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. તે સિવાય કઇ દુકાનોને શરૂ કરવાની મંજૂરી આપવામાં નહી આવે એ સાંજ સુધીમાં નિર્ણય કરવામા આવશે.
અશ્વિની કુમારે કહ્યુ કે, આ દુકાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. સાથે 50 ટકા કર્મચારી સાથે કામ કરવાનું રહેશે. દુકાનદારોએ પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ દુકાનદારોએ જરૂરી ગુમાસતા ધારાનું લાયસન્સ અથવા અન્ય પુરાવા સાથે જરૂરી
સલૂનનો ઉલ્લેખ કરતા પુણ્ય સલિલા શ્રીવાસ્તવ (જોઈન્ટ સેક્રેટરી, ગૃહ મંત્રાલય) એ કહ્યું કે, સલૂન સર્વિસ આપે છે. હાલ એવી દુકાનોને છૂટ છે જે કંઈક સામાન વેચે છે. સાથે જ તેમણે કહ્યું કે, હાલ રેસ્ટોરન્ટ્સને પણ ખોલવાની પરવાનગી નથી.
ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી રહેશે
સ્પષ્ટીકરણમાં ગૃહ મંત્રાલયે હવે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી રહેશે, જોકે મોલ્સને પરવાનગી નથી.
શહેરી વિસ્તારોમાં આ દુકાનોને પરવાનગી
શહેરી વિસ્તારોમાં તમામ સ્ટેન્ડઅલોન શૉપ્સ, રહેણાંક વિસ્તારોની નજીકની દુકાનો અને રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સોની અંદર સ્થિત દુકાનો ખોલવાની પરવાનગી છે. શોપિંગ માર્કેટ, માર્કેટ કોમ્પલેક્સ અને શોપિંગ મોલ્સને પરવાનગી નથી.
ઈ-કોમર્સ કંપનીઓ અંગે શું છે નિયમ
ઈ-કોમર્સ કંપનીઓ હાલ બિનજરૂરી સામાનોની ડિલિવરી નહીં કરી શકશે. તેઓ માત્ર જરૂરી સામાનોની ડિલિવરી ચાલુ રાખશે