ખેડૂત પહેલા પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જે ખેડૂત મિત્રો ટ્રેકટર લેવા ઇચ્છતા હોય તેના માટે ખેતીવાડી શાખા ( I khedut portal 2021) દ્વારા આ વર્ષે ટ્રેકટર માટે યોજના બહાર પાડવામાં આવી છે. ખેતીવાડી ખાતા દ્વારા આ વર્ષે આઇ-ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર ખરીદવા ઈચ્છતા

ખેડૂતો માટે સબસિડી સહાય

(૧) ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,

(૨) તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

અરજી કરવાનો સમય ગાળો

06/03/2021 થી 30/04/2021 સુધી
અરજી ક્યાં કરવાની રહેશે ?

ખેડૂતોએ પોતાના ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.

જરૂરી આધાર પુરાવા

(૧) ૭/૧૨ ૮ અ ની નકલ
(૨) આધાર કાર્ડ ની નકલ
(૩) બેંક પાસબુક ની નકલ
(૪) અનું. જાતિ કે અનુ. જનજાતિ ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ
(૫) અરજી કરેલ અરજીની પ્રિન્ટ

નોંધ: ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.

અરજી કેવી રીતે મંજૂર થશે ?
ખેડૂતોને ટ્રેક્ટરની અરજી સંબંધિત તાલુકા કચેરીમાંથી પાત્રતા ધરાવતા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં 60 દિવસમાં લાભાર્થી ખેડૂતને અધિકૃત વિક્રેતા પાસેથી ટ્રેકટર ખરીદવાનું રહેશે. ખેડૂતને ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજ સંબંધિત માહિતી તાલુકા કચેરીમાં સમયસર રજુ કરવાની રહેશે. જેમ કે ટ્રેક્ટરનું અસલી બીલ, ઇન્સ્યોરન્સ, RC બૂકની નકલ, RTO તેમજ ટેક્ષ ભર્યાની પહોંચ કે બીલ સમય મર્યાદામાં. ટ્રેક્ટરની ખરીદી બાદ જરૂરી આધાર પુરાવા રજુ કર્યા પછી સંબંધિત અધિકારીશ્રી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે

Krushikhoj WhatsApp Group