ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20 ટકા ડ્યુટીને હટાવી દીધી છે. આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે. મહેસૂલ વિભાગે ઉપભોક્તા બાબતોના વિભાગની ભલામણ પર આ સૂચના જારી કરી છે, જેનાથી ડુંગળીના નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે.

Monsoon Onion Ad

ખેડૂતો અને ગ્રાહકોને રાહત

નિકાસ ડ્યુટી હટાવવાનો આ નિર્ણય ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અપાવવામાં અને ગ્રાહકો માટે ડુંગળીના ભાવ સ્થિર રાખવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. તાજેતરના બજારના આંકડાઓ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીના સરેરાશ ભાવમાં 39 ટકાનો ઘટાડો થયો છે. તેમજ છેલ્લા એક મહિનામાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય ગ્રાહકોને પણ રાહત મળી છે પણ ખેડૂતો ને ઓછા ભાવ મળી રહયા છે સરકારે ખેડૂતો નું જોવે નહિ કે ગૃહણીનું….

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે રવિ ડુંગળીનું વિક્રમી ઉત્પાદન 227 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 192 લાખ મેટ્રિક ટન કરતાં 18 ટકા વધારે છે. રવી ડુંગળી ભારતના કુલ ડુંગળી ઉત્પાદનમાં 70-75 ટકા હિસ્સો ધરાવે છે અને તે ખરીફ પાકની આવક સુધી બજારમાં ભાવને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્ષે રવિ પાકનું આ વિક્રમી ઉત્પાદન આગામી મહિનાઓમાં બજારમાં ડુંગળીના ભાવને વધુ સ્થિર કરવામાં મદદ કરશે. નિકાસ ડ્યુટી દૂર થવાથી ડુંગળીના નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળશે.

ભારતના કુલ ડુંગળી ઉત્પાદનમાં ૭૦-૭૫ ટકા હિસ્સો ધરાવતું રવિ ડુંગળી, ઓક્ટોબર-નવેમ્બરમાં ખરીફ પાક આવે ત્યાં સુધી ભાવ સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Krushikhoj WhatsApp Group