બેંકોને 2 ટકા વ્યાજ સહાય અને 1 માર્ચથી 31મી મે, 2020 સુધીમાં રૂ. 3 લાખ સુધીના તમામ ખેડૂતોને 3 લાખ સુધીના પાક ધિરાણની ત્વરિત ચૂકવણીમાં 3 ટકાનો પ્રોત્સાહનનો લાભ લંબાવ્યો છે.

હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં ભારત સરકારે બેંકોને વ્યાજમાં 2 ટકાની દરમ્યાનગીરીનો લાભ આપ્યો છે અને 1 માર્ચ, 2020થી 31મી મે, 2020 વચ્ચે ચૂકવવાનાં થતાં રૂ. 3 લાખ સુધીનાં તમામ પાક ધિરાણોની ત્વરિત ચૂકવણીમાં વ્યાજમાં 3 ટકાની રાહત આપી છે.

લોકોને આવવા-જવા પર મુકાયેલા પ્રતિબંધોને કારણે ઘણા ખેડૂતો ટૂંકા ગાળાનાં ધિરાણોની ચૂકવણી માટે બેંકોની શાખાઓ સુધી જઈ શકતા નથી. આ ઉપરાંત લોકોની અવરજવરમાં નિયંત્રણને કારણે જ સમયસર પોતાની પેદાશોની હેરફેર કરવામાં અથવા વેચવામાં તકલીફ અનુભવી રહ્યા છે. આ કારણે ખેડૂતો આ ગાળામાં પાકવીમાનાં ટૂંકા ગાળાનાં ધિરાણોની ચૂકવણીમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ખેડૂતોની આ સમસ્યાને હલ કરવા રૂ. 3 લાખ સુધીનાં ટૂંકા ગાળાનાં ધિરાણોમાં વ્યાજમાં દરમ્યાનગીરીની યોજના તથા ત્વરિત ચૂકવણીનાં પ્રોત્સાહનો 31 મી મે સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રકારે ધિરાણ ચૂકવણીમાં સહાય લંબાવવાથી ખેડોતો કોઈ પણ પ્રકારનો દંડ ચૂકવ્યા વગર લંબાવાયેલા સમય દરમ્યાન વ્યાજની ચૂકવણીમાં વાર્ષિક ચાર ટકા વ્યાજનો લાભ મળશે.

સરકાર ખેડૂતોને બેંકો મારફતે રાહત દરે વાર્ષિક 2 ટકાના દરે વ્યાજની દરમ્યાનગીરીનો લાભ તથા ખેડૂતો 3 લાખ સુધીના ધિરાણની સમયસર ધિરાણની ચૂકવણી કરે તો 3 ટકાનો વધારાનો પ્રોત્સાહન લાભ આપી રહી છે. આ રીતે રૂ. 3 લાખ સુધીનાં ધિરાણોમાં સમયસર ચૂકવણીમાં 4 ટકાનો વ્યાજ દરનો લાભ આપવામાં આવ્યો છે

Krushikhoj WhatsApp Group