તેલિબીયામાં પ્રમુખ મગફળી (ફોતરાં સાથે) માં 14 વર્ષ બાદ ફરી વાયદનો વેપાર-ફયુચર્સ ટ્રેડીંગનો પ્રારંભ થયો. નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ ( NCDEX ) ખાતે જુલાઈ 2023, ઓગસ્ટ 2023 અને સપ્ટેમ્બર 2023 મહિનાની એક્સપાઈરીના ત્રણ વાયદામાં આજે ૨૦,જૂન ૨૦૨૩ થી ટ્રેડીંગનો પ્રારંભ થયો
મગફળી નો જુલાઇ વાયદો આજે 20/06/23 ના રોજ શરૂ થયો હતો તેમના ભાવ આ મુજબ રહયા હતા
આજે 6859 રૂપિયા એ મગફળી નો વાયદો ખુલ્યો હતો , વાયદા મા ઉંચા ભાવ આજે 7122 રૂપિયા સુધી ગયો હતો અને નીચે મા 6859 રહ્યો હતો આ વાયદા માં આજે બંધ ભાવ 7075 રહ્યો હતો
નોંધ આ ભાવ 5 મણ નો હોય છે એટલે કે 100 કિલોનો ભાવ છે.
આ વાયદામાં ફરજીયાત ડીલિવરી ધોરણે રૂ.1 ના ટીક સાઈઝમાં ક્વિન્ટલ દીઠ ક્વોટેશન-બેઝ મૂલ્ય રહેશે, જેમાં ક્વોન્ટિટી ફરક ત્રણ ટકા વધઘટનો રહેશે. ટ્રેડીંગ પાંચ મેટ્રિક ટન યુનિટમાં અને ડીલિવરી પાંચ મેટ્રિક ટનમાં થઈ શકશે. આ માટે ડીલિવરી મથક રાજસ્થાનનું બિકાનેર અને વધારાનું ડીલિવરી મથક ગુજરાતનું ગોંડલ રહેશે. પોઝિશન લિમિટ મેમ્બર પ્રમાણે ૨,૫૦,૦૦૦ મેટ્રિક ટન અથવા માર્કેટ વાઈડ ઓપન ઈન્ટેસ્ટના ૧૫ ટકા એમાંથી જે વધુ હશે એ રહેશે. ગ્રાહક પ્રમાણે આ પોઝિશન લિમિટ ૨૫,૦૦૦ મેટ્રિક ટનની રહેશે.
નજીકના મહિનાના કોન્ટ્રેક્ટસ માટે મેમ્બર પ્રમાણે પોઝિશન લિમિટ ૬૨,૫૦૦ મેટ્રિક ટન અથવા મેમ્બરની એકંદર પોઝિશન લિમિટના ૨૫ ટકા જે વધુ હશે એ રહેશે. ગ્રાહક મુજબ પોઝિશન લિમિટ ૬૨૫૦ મેટ્રિક ટનની રહેશે. મગફળીના આ વાયદાના વેપારમાં દરેક રૂ.એક લાખના વેપાર દીઠ ચાર્જ રૂ.૩ રહેશે. ન્યુનતમ આરંભિક માર્જિન ૧૨ ટકા જરૂરી રહેશે. મહત્તમ ઓર્ડર સાઈઝ ૫૦૦ મેટ્રિક ટનની રહેશે.
ઉલ્લેખનીય છે કે એનસીડીઈએક્સ ખાતે અગાઉ મગફળીમાં વાયદાનો વેપાર-ફયુચર ટ્રેડીંગ વર્ષ ૨૦૦૬ માં શરૂ કરાયું હતું, પરંતુ ડિસેમ્બર ૨૦૦૯માં બિઝનેસ સંબંધિત જોખમોને લઈ એમાં ટ્રેડીંગ અટકાવી દેવાયું હતું. જે હવે 2023 ના વર્ષ મા આજથી NCDEX ખાતે ફરી શરૂ થયો છે.