નાયબ બાગાયત નિયામક કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે દિન-૭મા રજુ કરવા

Monsoon Onion Ad

મોરબી : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આર્થિક સહાય અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઓન લાઇન અરજીઓ માટે તા. ૦૧-૦૩-૨૦૨૦ થી તા. ૩૧-૦૫-૨૦૨૦ સુધી I-khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હતું. જે બાગાયતદાર ખેડૂતોએ વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે અરજી કરેલ છે, તેઓ એ અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જે તે ઘટક માટે બાગાયત વાવેતરની પાણીપત્રક (૧૨ નંબર) માં પાકી નોંધ, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), કવોટેશન એમ્પેનલ્ડ કંપનીનું, ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ વગેરે, લાભ લેવા માગતા તમામ બાગાયતદાર ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળોની નકલ સાથે રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાના રહેશે. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ. (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે દિન-૭મા રજુ કરવા સર્વે ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે.

Krushikhoj WhatsApp Group