રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપતા ₹10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાન માટેનું સૌથી મોટું સહાય પેકેજ છે.

Black Diamond Ad

💰 સહાય રકમ

👉 પ્રતિ હેક્ટર ₹22,000 સહાય મળશે
👉 મહત્તમ 2 હેક્ટર સુધી સહાય — એટલે કે કુલ ₹44,000 સુધી મદદ
👉 સહાય સીધી જ તમારા બેંક ખાતામાં DBT પદ્ધતિથી જમા થશે

📅 અરજી ક્યારે કરવી

🔹 ઓનલાઇન અરજી 14 નવેમ્બર 2025 (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે
🔹 અરજી કરવાની છેલ્લી તારીખ – 15 દિવસની અંદર

🌐 અરજી કેવી રીતે કરવી

ખેડૂત મિત્રો, તમે અરજી કરી શકશો:
➡️ વેબસાઈટ પર: https://krp.gujarat.gov.in
➡️ અથવા તમારા ગામની ગ્રામ પંચાયતના VCE / VLE મારફતે (બિનખર્ચે)

📄 જરૂરી દસ્તાવેજો

✅ ગામ નમૂનો  7/12 / 8 -અ (તલાટી પાસેથી વાવેતર નો દાખલો)
✅ આધાર કાર્ડ
✅ બેંક પાસબુક (IFSC કોડ સાથે)
✅ મોબાઇલ નંબર
✅ જો સંયુક્ત ખાતું હોય તો અન્ય ખાતેદારોની સંમતિ પત્ર
✅ ખાતેદારનું નામ ખાતામાં હોવું ફરજિયાત

⚙️ અન્ય મહત્વના નિયમો

🔸 એક ખાતામાંથી એક જ ખેડૂતને સહાય મળશે
🔸 જો ખેડૂતનું અવસાન થયું હોય તો વારસદારે પેઢીનામું સાથે અરજી કરી શકશે
🔸 FRA હેઠળ વન અધિકાર પત્ર ધરાવતા ખેડૂતોને પણ સહાય મળશે
🔸 સહાય સીધી PFMS/RTGS મારફતે બેંકમાં જમા થશે

🕒 સહાયની ચુકવણી

અરજીની ચકાસણી બાદ તરત જ સહાયની રકમ જમા કરવામાં આવશે.

📢 ખેડૂત મિત્રો, આ તક ચૂકો નહીં!
તમારું પાક નુકસાનનું વળતર મેળવવા માટે તાત્કાલિક ઓનલાઇન અરજી કરો — અહીં ક્લિક કરશો
👉 https://krp.gujarat.gov.in

Krushikhoj WhatsApp Group