બજારની ધારણાની સરખામણીએ વેચવાલી ઓછી થતા જીરામાં સતત તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. આજે સોમવારે માર્કેટિંગ યાર્ડમાં જીરામાં રૂ.6000 ઉપર ની સપાટી ના ભાવ અનેક યાર્ડ માં જોવા મળ્યા…
છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ.1500 થી રૂ.2000 સુધીનો વધારો થયો બકરી ઇદના નજીક આવાના કારણે બાંગ્લાદેશ સહિતના મુસ્લિમ દેશોની ખરીદી છેલ્લા થોડા દિવસોથી સારી થઇ રહી છે. ગત વર્ષના ઓછા ઉત્પાદનના કારણે પાઇપલાઇન ખાલી હોવાથી સ્થાનિક માંગ પણ એક સ્તરે જળવાયેલી રહી છે.
ચીનમાં આ વખતે જીરાનું વાવેતર વધ્યુ હોવાના અહેવાલ છે. જોકે, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ચીન દ્વારા ભારતમાંથી જીરાની ખરીદી સારી થઇ હોવાનું વેપારીઓનું અનુમાન છે હવે ધીરે ધીરે ચીન દ્વારા થતી જીરાની ખરીદીમાં ઘટાડો થઇ રહ્યો છે. ચીનમાં જીરાના પાકની સ્થિતિ જુન મહિનાના અંત સુધીમાં સ્પષ્ટ થશે.