ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર (www.ikhedut.gujrat.gov.in) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૦૬/૦૩/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

 

જેનો લાભ ખેડૂત મિત્રોએ લેવા અનુરોધ કરવામાં આવે છે. અરજી કરવા માટે પોતાના ગામમાં ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી ૮-અ ની નકલ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનીક પૂરાવાઓ ૭ દિવસમાં ગામ સેવસ કે વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયત ખાતે જમા કરાવવા

વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર મા ફોન કરવો

Krushikhoj WhatsApp Group