ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે. રવિ પાકને નુકસાન ન થાય તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને લોક ડાઉનમાં રાહત આપી છે. હવે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકશે. અને પાકની લણણી કરી શકશે. સાથે જ ખેડૂતોને ખેતીના કામ સિવાય બહાર ન નીકળવા સરકારે અપીલ કરી છે. સાથે જ શહેર છોડીને ગામડે ગયેલાં લોકોને પણ ખેતીમાં મદદ કરવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડૂત લક્ષિ મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડુતો લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવ થી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડુતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી છે તદનુસાર ,રવિ પાકના ખેડુતોને પાક લણવા નો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ રહેશે પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે . પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવા માં આવતો હોય છે.
રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે મુખ્યમંત્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે