વિશ્વમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. જોકે, આ વર્ષે ચીનમાં લસણના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આ કારણે ભારતમાંથી થતી લસણની નિકાસમાં વધારો થયો છે. ભારતમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય પ્રદેશ રાજ્યમાં થાય છે. 

વિશ્વમાં લસણના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 75 ટકા જેટલો છે. ચીનનું લસણ પ્રમાણમાં મોટુ હોય છે. વૈશ્વિક બજારમાં ચીનના લસણની માંગ વધારે રહે છે. વૈશ્વિક બજારમાં ચીનના લસણના ભાવ 1250 ડોલર પ્રતિ ટન જેટલા હોય છે. જ્યારે ભારતીય લસણના ભાવ 1000 ડોલર પ્રતિ ટનથી પણ ઓછા હોય છે. ચીનના લસણની માંગ મુખ્યત્વે અમેરીકા અને યુરોપના દેશોમાં રહે છે, જ્યારે ભારતીય લસણની માંગ નેપાલ, થાઇલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં રહે છે.

લસણમાં વિક્રમી નિકાસને પગલે ભારતને મોટો ફાયદો થાય તેવી સંભાવના છે હાલ સ્થાનિક બજાર માં લસણ નો ભાવ ગામડે 600 થી 1400 સુધી ના ભાવમા વેચાણ થાય છે સારું લસણ હોય તો 1400 રૂપિયા ઉપર ના ભાવે પણ વેચાણ થાય છે

સરકારી સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાંથી વિતેલા નાણાકીય વર્ષમાં પ્રથમ 10 માસમાં લસણની નિકાસમાં આગલા માસ કરતાં 165 ટકાનો વધારો થયો છે, જે મુજબ સમગ્ર વર્ષ દરમિયાનની કુલ નિકાસ 50 હજાર ટનને પાર કરી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક નિકાસ થશે. આ પહેલા વર્ષ 2017-18 માં ભારતમાંથી વિક્રમી 46980 ટનની નિકાશ થઈ હતી.

દેશમાંથી એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 દ૨મિયાન લસણની કુલ 47329 ટનની નિકાસ થઈ છે જે ગત વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન 22181 ટનની નિકાસ થઈ હતી. ગત વર્ષની 10 મહિનાની નિકાસ તુલનાએ આ વર્ષે 165 ટકાનો વધારો જોવા મળ્યો છે તેમ સ્પાઈસી બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું.

લસણમાં વિક્રમી નિકાસને પગલે ભારતને મોટો ફાયદો થાય તેવી સંભાવના છે હાલ સ્થાનિક બજાર માં લસણ નો ભાવ ગામડે 600 થી 1400 સુધી ના ભાવમા વેચાણ થાય છે સારું લસણ હોય તો 1400 રૂપિયા ઉપર ના ભાવે પણ વેચાણ થાય છે

Krushikhoj WhatsApp Group