પાકવીમો ચૂકવવા ઠાગાઠૈયા કરતી વીમાકંપનીઓ પર રૂપાણી સરકાર બગડી, આપ્યો આ આદેશ
આ વર્ષે ભારે વરસાદ જ નહી,કમોસમી વરસાદે ખેતીને નુકશાન પહોચાડી આિર્થક રીતે તબાહ કરી દીધાં છે. ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકારે તો સહાય પેકેજની ઘોષણા કરી દીધી છે પણ કરોડો રૂપિયા વિમા પ્રિમિયમ ઉઘરાવતી વિમા કંપનીઓ ખેડૂતોને પાકવિમો ચૂકવવામાં આનાકાની કરી રહી છે જેના લીધે ખેડૂતો સરકારથી ખફા છેજેના પગલે રૂપાણી સરકારે વિમા કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને તાકીદે ખેડૂતોને પાકવિમો ચૂકવવા આદેશ કર્યો છે.
ગુજરાતમાં આ વખતે ભારે
વરસાદ થતાં ખેતીને ખૂબ જ નુકશાન પહોંચ્યુ છે. રાજ્ય સરકારની સહાયથી ખેડૂતોને આિર્થક સંતોષ મળે તેમ નથી. પાકવિમો મળે તો જ ખેડૂતોના નુકશાનની ભરપાઇ થઇ શકે તેમ છે પણ ખાનગી વિમા કંપનીઓ સરકારની તાકીદ છતાંય ખેડૂતોેને યેનકેન પ્રકારે હેરાન કરી રહી છે તેવી રજૂઆતો ખુદ ભાજપના સાંસદો જ સંસદમાં ઉઠાવી રહ્યાં છે. ગાંધીનગરમાં કૃષિવિભાગે વિમા કંપનીઓ સાથે પાકવિમો તાકીદે ચૂકવાય તે દિશામાં ચર્ચા શરૂ કરી દીધી છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુનુ કહેવુ છેકે, કમોસમી વરસાદને લીધે ખેતીના વિવિધ પાકોના નુકશાન અંગે ક્રોપ કટીંગ અને ચોથો નુકશાન ગણીને પણ પાકવિમો ચૂકવવા વિમા કંપનીઓને તાકીદ કરવામાં આવી છે. વહેલી તકે સર્વેની કામગીરી પુર્ણ કરીને વિમા કંપનીઓ ખેડૂતોને વળતર ચૂકવે તેવા આદેશ કરાયાં છે.
આ તરફ, વિમા કંપનીઓ સરકારની તાકીદ છતાંય ખેડૂતોને પાકવિમો ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે આ જોતાં રૂપાણી સરકારે કડક વલણ અખત્યાર કર્યુ છે. આજે વિમા કંપનીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં અિધકારીઓનો રીતસરનો ઉધડો લેવાયો હતો. ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવાને બદલે તાકીદે પાકવિમો ચૂકવવા આદેશ કરાયો છે.રૂપાણી સરકારના આવા વલણને લીધે ખેડૂતોને ટૂંક જ સમયમાં રાહત પેકેજની સહાય ઉપરાંત પાકવિમો ય મળે તે દિશામાં કાર્યવાહી શરૂ કરાઇ છે.