વર્ષ ૨૦૨૫ ને યુનો દ્રારા ” આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ” તરીકે ઉજવાઈ રહેલ છે. ત્યારે આજ તા. ૧૩/૨/૨૫ નાં રોજ “આંતરાષ્ટ્રીય સહકારી દિન” હોય. તેની ઉજવણી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્રારા સહકાર વિભાગનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ માન.રજીસ્ટ્રારશ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબ, ગાંધીનગર, માન. જોઈન્ટ રજીસ્ટ્રારશ્રી આર.ડી.ત્રીવેદી સાહેબ, ગાંધીનગર, માન. નિયામકશ્રી પ્રતિક ઉપાધ્યાય સાહેબ ગાંધીનગર, ભાવનગર જીલ્લા રજીસ્ટ્રારશ્રી એ. ડી. દેસાઈ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આજના દિને મહુવા માર્કેટીંગ યાર્ડ દ્રારા વેપારીભાઈઓ, ખેડુતભાઈઓ, મહેતાજીભાઈઓ તમામના વોટસેપ ગૃપમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો લોગો મુકી સાથે સહકારથી સમૃધ્ધિનાં મેસેજ દ્રારા લોકોમાં સહકારી પ્રવૃતિઓની જાગૃતિ લાવવા માટે પ્રચાર-પ્રસાર કરેલ છે. આ સીવાય યાર્ડની મુખ્ય ઓફિસ સામે વિશાળ રંગોળી દોરી સેલ્ફી પોઇનટ ઉભો કરવામાં આવેલ જયાં લોકોએ ખુબ મોટા પ્રમાણમાં સેલ્ફીઓ પાડી છે.
આ દિવસે મહુવા યાર્ડમાં પધારેલા ખેડુતભાઈઓને મહુવા યાર્ડ રૂા.૧૦/- નું વિશેષ પ્રોત્સાહન આપી માત્ર રૂા.૫૦/- માં અન્નપુર્ણા ડાઈનીંગ હોલ ખાતે અનલીમીટેડ ભોજન પીરસવામાં આવેલ છે. આજના દિને મહુવા યાર્ડનાં ચેરમેનશ્રી ગભરૂભાઈ કામળીયા, વા.ચેરમેનશ્રી બાબુભાઈ જોળીયા ત્થા સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્રારા તમામને આંતરાષ્ટ્રીય સહકારી દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. આ તમામ આયોજનોને યાર્ડનાં સેક્રેટરી વિ. પી. પાંચાણીએ જહેમત ઉઠાવી પાર પાડેલ હતા.
