મોરબી જીલ્લાના ખેડુતો દ્વારા જગત તાત ડિજીટલ આંદોલનની ભવ્ય સફળતા બાદ દેશનું અને રાજ્યના પર્યાવરણની ચિંતા કરતા જગત તાત ડિજીટલ આંદોલનના પ્રણેતા જે.કે. પટેલના આહવાન દ્વારા પ્રકૃતી અને પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો જેવી જગત તાત યૌદ્ધાઓ ને પોતાની વાડી, ખેતર કે ઘેર એક વૃક્ષ વાવી આંદોલનની સાથે સાથે પર્યાવરણ બચાવવા યૌદ્ધાઓ ને આહવાન કરતા મોરબી જીલ્લામા જ નહી પણ સમગ્ર ગુજરાતમા હજારો વૃક્ષોની રોપણી કરી આ વૃક્ષનું નામ જગત તાત વૃક્ષ રાખવામા આવ્યું હતું

Monsoon Onion Ad

ત્યારે મોરબી જીલ્લાના ટંકારા, મોરબી, વાકાનેર, માળિયા, હળવદ જેવા તાલુકાના ગામડાઓ જેવા કે ઘુંટું ખાખરાળા, બેલા ઘાટીલા, જીવાપર, પીપળી, ઉચી માંડલ,, નીચી માંડલ, કોયલી, ગજડી, રામગઢ, લજાઈ, વિરપર, હડમતિયા, સજનપર, નશીતપર, સાવડી, સરાયા, કલ્યાણપર, પંચાસીયા, હોલમઢ, વીર વિદરકા, ઘાટીલા જેવા અનેક ગામના જગત તાત યોદ્ધાઓ આંદોલનની સાથે સાથે પર્યાવરણનું જતન કરવાનો અને ગુજરાતની ધરાને લીલી છમ હરિયાળી રાખી આવનાર પેઢીને સંદેશો આપશે કે આ વૃક્ષ અમારા વડવાઓ રાજ્ય સરકાર સામે પાકવિમા બાબતે અને ખેડુતો પર થયેલા અન્યાય સામે ન્યાયિક ડિજીટલ આંદોલનની લડાઈ લડી એક વૃક્ષ વાવી જતન કરેલ.

જગતતાત વ્રુક્ષમાંથી પેદા થયેલ પ્રાણવાયુ ફકત જગતતાત યોધ્ધાઓને જ માટે નહી પણ તેની આવનાર પેઢી અને અન્યો માટે પણ ઓક્સિજન પુરો પાડશે. સાથે સાથે આ જગત તાત ડિજીટલ આંદોલનના પ્રણેતા જે.કે. પટેલ દ્વારા એક રવિવાર પુરતું વૃક્ષો વાવવાની પહેલ હતી પણ જગત તાત યૌદ્ધાઓનો સોસિયલ મિડીયા જેવા કે ફેસબુક, વોટસઅપગૃપ, ટવ્ટિર, www.jagttat.in પર ઉત્સાહ જોઈ આવતા રવિવાર સુધી એટલે કે તા. 9/8/2020 સુધી મુદત વૃક્ષો વાવવા લંબાવી છે.

Krushikhoj WhatsApp Group