બીરેન વકીલ પેરાડીમ કોમોડિટીઝ : જીરુ બજારમાં નીકળતી સિઝને વિસ્ફોટક તેજી થઇ ગઇ છે. માર્ચ આખરની રજાઓ પુરી થતા આવકોનું પ્રેસર ન આવતા અને ચીન અને બાંગ્લાદેશના આયાતકારોની એકટિવ ખરીદી નીકળતા જીરુમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ઇસ્ટરની રજાઓમાં બંધ બજારે જીરુમાં રુ ૫૦૦૦ જેવો ઉછાળો આવ્યો છે. વાયદા બજાર કરતા ઓટીસી ફોરવર્ડ વેપારોમાં લિકવીડીટી વધારે છે. કન્ટેનર બેઝડ એકસપોર્ટ વેપારોમાં ફોરવર્ડમાં ૮૨૦૦-૮૪૦૦ પ્રતિ મણમા ૨૭ ટનના લોટમાં એપ્રિલ-મે-જૂન ફોરવર્ડ વાયદાઓમાં લિકવીડીટી સારી છે. નોંધપાત્ર વેપારો ઉતરી જતા હોવાનું જાણવા મળે છે.

જીરુ ૨૦૨૦ ના અરસામાં ૧૩૫૦૦ આસપાસ બોટમ આઉટ થઇ લગભગ બે વરસથી તેજીમાં છે. જાન્યુઆરીમાં ૩૭૯૦૦ થયા પછી કરેકશનમાં ઘટીને ૨૯૦૦૦ થઇ બજાર હાલ ૪૧૪૦૦ થઇ છેલ્લે ૩૯૯૦૦ બંધ રહ્યું હતું. ટેકનીકલ રીતે ઇલિયટ વેવ મુજબ ૩૭૯૦૦માં ત્રીજો વેવ પુરો થઇ ૨૯૮૦૦ આસપાસ ના ભાવ આવ્યા એ ચોથા વેવનું કરેકશન પુરુ થઇ હાલ પાંચમો વેવ ચાલે છે. ત્રીજો વેવ લાંબો હતો એ જોતા પાંચમો વેવ ટુંકો હશે. હાલની જીરુ બજારની તેજી પેરાબોલિક સ્વરુપની તેજી છે. એટલે જયારે તેજી પુરી થાય એ પછી કરેકશન પણ ઘણુ તીવ્ર હશે. મસાલામાં કારોબારમાં જીરુ શ્રીમંત કોમોડિટી ગણાય. ફાયનાન્સની પરિભાષામાં રિસ્ક એસેટ કહેવાય. જીરુ ઉગાડનાર પણ જોખમ લેનાર અને સ્ટોક કરનાર તેમજ નિકાસ વેપાર કરનાર પણ રિસ્ક ટેકર હોય છે. રિસ્ક એસેટ તરીકે ફાયનાન્સિયલ એસેટમાં બીટકોઇન મોખરે છે. અને મસાલા પેકમાં જીરુ મોખરે છે. બેઉ પોતપોતાના ક્ષેત્રમાં રિસ્ક લીડર છે. એક જોગાનુજોગ એ છે કે બીટકોઇન અને જીરુ બેઉમાં નવેમ્બર માસમાં બોટમ બન્યા છે. બીટકોઇન ૧૭૦૦૦ આસપાસ બોટમઆઉટ થઇને હાલમાં ૩૦૫૦૦ ડોલર છે. છ માસમાં ૪૦ ટકાની તેજી થઇ છે. જીરુ ૨૮૦૦૦ આસપાસ બોટમ આઉટ થઇ હાલ ૪૧૫૦૦ છે. બેઉ ચાર્ટ વર્ટિકલ સ્પાઇક મોડમાં છે. આજે ઉચાં મથાળે જીરુમાં વેચવાલી હતી. એકસચેન્જે સ્પે માર્જિન લાગુ કરતા થોડી નફારૂપી વેચવાલી હતી. નીકળતી સિઝને જ તેજી થઇ છે એટલે જાણકારો થોડો અચંબો પણ અનુભવે છે.

જીરૂ આજે પાછો નવો રેકોર્ડ બનાવ્યો 🔥 સવાર માં વાયદા બજાર માં મંદી હતી બપોર પછી જોરદાર તેજી આવી 41720 નો ભાવ આવ્યો 4 % તેજી ની અપર સર્કીટ આજે જીરા વાયદા માં 1600 ની તેજી આવી

રોજે રોજ  માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા માટે અમારા Whatsapp ગ્રુપ જોઇન થવા માટે અહીં ક્લિક કરશો

Krushikhoj WhatsApp Group