જીરા માં જોરદાર તેજી તેજીનો ઘોડો હજી થનગને છે ભાવમાં સતત વધતા જાય છે જીરું માં આ વર્ષે તેજી બેકાબૂ બની છે. તેજીનો ઘોડો સતત થનગની રહ્યો છે દર સપ્તાહમાં ભાવ નવી ઊંચાઈએ પહોંચે છે ચીન- બાંગ્લાદેશની લેવાલી ઉપરાંત સ્થાનિક ઘરાકીનો પણ ટેકો છે વૈશ્વિક સ્તરે તુર્કી અને સિરિયામાં પણ પ્રતિકૂળ હવામાનને કારણે ઓછા પાકની સંભાવના દર્શાવાઈ રહી છે.

ઉંઝા માર્કેટયાર્ડમાં હાલ દૈનિક સરેરાશ 5 હજાર બોરી જીરાની આવક થઇ રહી છે. જ્યારે બીજી ત૨ફ દેશાવાર અને નિકાસના વેપાર સારા હોવાથી લેવાલી સારી છે. આ કારણે છેલ્લા એક સપ્તાહમાં જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ. 600 સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલ જીરામાં સરેરાશ રૂ.9100 થી રૂ.9600ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે જાણકારો ના મતે જીરૂ 10 હજાર થોડાક દિવસો માજ પાર કરશે એવું કહેવાનું થાય છે

19 જૂન આજે સપ્તાહ ના પ્રથમ દિવસે જ વાયદા બજાર માં જોરદાર તેજી આવી છે જુલાય વાયદો 50000 પાર કરી ગયો છે અત્યારે 9:30 સવાર ના સમયએ Ncdex મા જીરા વાયદા નો ભાવ 50300 ચાલે છે આજે સવાર સવારમાં જ 1000 ભાવ વાયદામાં વધી ગયા છે ગામડે ખેડૂતો ઘર બેઠા વેચવા નું હોય તો બે વેપારી ને પૂછી ને વેચવું છેતરાવું નહિ એ ખાસ ધ્યાન રાખજો.

ચીનમાં જીરૂનો ક્રોપ ધારણાથી ઓછો થતાં ચીનની ૫૦૦ કન્ટેઇનરની ડિમાન્ડનો રાઉન્ડ ટૂંકમાં આવશે : નિરજ પટેલ

* ચીનમાં જીરૂના નવા ક્રોપની આવક ચાલુ થઇ ચૂકી છે અને ચીનના જીરૂનો ક્રોપનો અંદાજ ૨૦ થી ૨૫ હજાર ટનનો મૂકાઇ રહ્યો છે જે અગાઉ ૩૫ હજાર ટન આવવાનો અંદાજ મૂકાઇ રહ્યો છે. ચીનનો ક્રોપ ધારણાથી ઓછો થતાં ચીનને ભારતથી જીરૂ ખરીદવા ફરી આવવું પડશે.

* ચીનની ખરીદીનો રાઉન્ડ ચાલુ થશે ત્યારે ૪૦૦ થી ૫૦૦ કન્ટેઇનરની એક સાથે ખરીદી જોવા મળશે તેવો અંદાજ છે.

* ભારતમાં જીરૂનો ક્રોપ ઊંચા ભાવને કારણે ઝડપથી ખતમ થયો હોઇ હવે ૧૮ થી ૧૯ લાખ બોરી ક્રોપ બાકી રહ્યો હોવાનો અંદાજ છે જેમાંથી નવી સીઝન પહેલાના આઠ થી નવ મહિના કાઢવાના બાકી છે. સિરિયાનો નવો ક્રોપ માર્કેટમાં આવ્યા બાદ થોડો સમય ઇન્ટરનેશનલ માર્કેટમાં સિરિયાના ભાવ બોલાતા હતા અને થોડા વેપાર પણ થયા હતા પણ છેલ્લા બે સપ્તાહથી સિરિયાથી જીરૂના ભાવ દેવાના બંધ કરી દીધા છે. સિરિયાના ભાવ શરૂઆતમાં પ્રતિ ટન ૪૮૦૦ થી ૫૦૦૦ ડોલર બોલાયા હતા. અફઘાનિસ્તાનના જીરૂના લગભગ આખા ક્રોપની ખરીદી પાકિસ્તાને કરી લીધી હોઇ અફઘાનિસ્તાનના જીરૂના ભાવ પણ હાલ બોલાતા નથી. સિરિયા અને અફઘાનિસ્તાનનું જીરૂ ઇન્ટરનેશનલ માર્કેટમાં મળવાનું બંધ થતાં ભારતીય જીરૂના ભાવ પ્રતિ ટન ૬૨૫૦ થી ૬૩૫૦ ડોલર સુધી બોલાઇ રહ્યા છે.

* બકરીઇદ નજીક આવતા બાંગ્લાદેશની હાલ ભારતીય જીરૂમાં ધૂમ ખરીદી છે તેમજ ચીનની પણ છુટીછવાઇ ખરીદી ચાલુ છે. ચીનની છુટીછવાઇ ખરીદી છતાં જીરૂના ભાવ કૂદકેને ભુસકે વધી રહ્યા છે જ્યારે ચીનની ખરીદી મોટા પ્રમાણમાં આવશે અને ડોમેસ્ટિક ડીમાન્ડ પણ સપોર્ટ મળશે ત્યારે જીરૂમાં મોટી તેજી જોવા મળશે તે નિશ્ચિત છે.

Krushikhoj WhatsApp Group