વડા પ્રધાન કિસાન સન્માન નિધિ વિશેની માહિતી માટે કૉલ સેન્ટર: ખેડુતો નોંધણી કરાવી શકશે અને એની રકમ બાબતની માહિતી મેળવી શકશે.
વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતોને તેમની અરજીઓની નોંધણી અને મળેલ રકમ અંગે માહિતી પુરી પાડવા કોલ સેન્ટર શરૂ કરાયું હતું. લાભાર્થી ખેડુતો તેમના નોંધાયેલા 10 અંકના મોબાઇલ નંબર અથવા 12 અંકના આધાર નંબર પરથી ટોલ ફ્રી નંબર 1800-11-5526 અને 155261 પર કૉલ કરીને આ માહિતી મેળવી શકે એમ છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના (આઈવીઆરએસ) હેઠળ ભારત સરકારે માહિતી વિનિમય માટે સ્વચાલિત ટેલિફોનના આધારે કોલ સેન્ટરની સુવિધાની શરૂઆત કરી છે.

Monsoon Onion Ad
Krushikhoj WhatsApp Group