કોરિયાનાં તલનાં ટેન્ડરની છેલ્લા દશેક દિવસથી રાહ જોવાતી હતી, જે ગઈકાલે જાહેર થયું છે. સાઉથ કોરિયાએ કુલ 8100 ટનનું ટેન્ડર જાહેર કર્યું છે, જેમાં પહેલી ઓગસ્ટનાં રોજ બીડ ભરવાની છે.

આજે તલનાં ભાવ અલગ અલગ યાર્ડમાં પ્રતિ મણ પ્રમાણે આ મુજબ રહયા હતા

રાજકોટ યાર્ડ 2950 થી 3328
મોરબી યાર્ડ 3000 થી 3340
હળવદ યાર્ડ 3001 થી 3333
સાવરકુંડલા યાર્ડ 2950 થી 3442
અમરેલી યાર્ડ 2557 થી 3481
બોટાદ યાર્ડ 3000 થી 3725
જેતપુર યાર્ડ 3201 થી 3451
જૂનાગઢ યાર્ડ 2800 થી 3272
વાંકાનેર યાર્ડ 3100 થી 3400
ભુજ યાર્ડ 2800 થી 3360
જસદણ યાર્ડ 3000 થી 3451
જામનગર યાર્ડ 2800 થી 3360
ઉંઝા યાર્ડ 2800 થી 3371

સાઉથ કોરિયા ના ટેન્ડર ની બીટ પહેલી ઓગસ્ટ છે તેના ઉપર સફેદ તલ બજાર માં તેજી-મંદી નો ઝટકો આવશે, કોરિયા તલનું ટેન્ડર આ વખતે ધાર્યા કરતાં ઓછું મળ્યું છે. રાજ્ય સરકાર ના કૃષી વિભાગ નોંધેલ 19 જુલાઇ સુધી ના આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ તલનું વાવેતર ઘણું વધ્યું છે પરંતુ નવો પાક આવાને હજુ અઢી ત્રણ મહિના ની વાર છે સ્થાનિક વપરાશ અને નિકાસનો બધો મદાર ઉનાળુ તલ પાક પર છે

સાઉથ કોરિયાનાં તલનાં ટેન્ડરની શરતો મુજબ એક 4500 ટનનું ટેન્ડર છે, જેની ડિલીવરી 13 મી ઓક્ટોબરે કરવાની છે, જ્યારે એક 1800 ટનની ડિલીવરી ૨૭ મી ઓક્ટોબરે અને બાકીનાં 1800 ટની ડિલીવરી 10 મી નવેમ્બરના કરવાની છે. આમ 8100 ટન તલ દિવાળી પહેલા પહોંચી જાય એ રીતે શિપમેન્ટ કરવાનાં છે. ગુજરાતમાં તલના વાવેતર ખુબ જ સારા થયા છે પરંતુ નવા તલ આવતા હજી દિવાળીએ જોવાનું રહેશે. પછીનો સમય લાગી જશે, જેને કારણે આ ટેન્ડરમાં ઉનાળુ તલ જ સપ્લાય કરવા પડે તેવી સ્થિતિ છે. જોકે અમુક માત્રામાં નવા તલનીઆવકો શરૂ થઈ ગઈ હશે, પંરતુ તે બહુ જૂજ જથ્થો હશે.

કોરિયાનાં ટેન્ડરની જાહેરાત થઈ છે, પંરતુ ભારતીય તલનાં ભાવ અત્યારે ૨૨૫૦ થી ૨૩૦૦ ડોલર પ્રતિ ટન ચાલે છે, જેની સામે પાકિસ્તાન, આફ્રીકા કે ચાઈનાનાં તલનાં ભાવ ૨૦૦૦થી ૨૧૦૦ ડોલ૨ વચ્ચે ચાલે છે. ભારતીય તલનાં ભાવ સરેરાશ ૨૦૦ ડોલર જેટલા ઊંચા છે. આવી સ્થિતમાં ભારતીય નિકાસકારો ક્યા ભાવથી બીડ ભરે છે અને કેટલો ઓર્ડર મળે છે તેનાં ઉપર તલની આગળની બજારનો આધાર રહેલો છે.

Krushikhoj WhatsApp Group