કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. નવી દિશાનિર્દેશો અનુસાર મનરેગાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે

કેન્દ્ર સરકારની એડવાઇઝરી લોકડાઉન મામલે એડવાઇઝરી 20 એપ્રિલ બાદ છૂટછાટની સંભાવના

આ સેક્ટર ચાલુ રહેશે


હેલ્થ સર્વિસ ચાલુ રહેશે
ખેતી સાથે જોડાયેલી તમામ સુવિધાઓ ચાલુ રહેશે.
ખેડૂતો અને કૃષિ મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામમાં મળશે છૂટ. કૃષિ ઉપકરણોની દુકાનો, તેમનું રિપેરિંગ અને સ્પેરપાર્ટ્સની દુકાનો ચાલુ રહેશે. ખાદ્ય, બીજ, કીટનાશકોનું નિર્માણ અને વિતરણની ગતિવિધિ ચાલુ રહેશે. આ પ્રકારની દુકાનો ચાલુ રહેશે. કાપણી સાથે જોડાયેલા મશીનો અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં હેરફેર પર રોક નહીં રહે.

પશુપાલન સાથે જોડાયેલી ગતિવિધિ અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.

માછલી પાલનની સાથે જોડાયેલી બાબતો અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.

દૂધ અને તેના ઉત્પાદનના પ્લાન્ટ અને તેમનો સપ્લાય ચાલુ રહેશે. પશુઓના ચારા અને રૉ મટિરિયલ સાથે જોડાયેલો તમામ સપ્લાય ચાલુ રહેશે.

મનરેગાના કામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કડક રીતે કરાશે અને તે કામને છૂટ આપવામાં આવી છે. મનરેગામાં સિંચાઈ અને વોટર કંઝર્વેશનની સાથે જોડાયેલા કામને પ્રાથમિકતા અપાઈ. ઈમરજન્સીની સ્થિતિમાં ફોર વીલરમાં ડ્રાઈવર સિવાય સિવાય એક વ્યક્તિ જઈ શકશે.
દ્વિચક્રિય વાહનો પર એક વ્યક્તિ એટલે કે વાહન ચાલક જ જઈ શકે છે અને નિયમ તોડવા માટે દંડ પણ થશે.
કોઈ વ્યક્તિ ક્વૉરન્ટાઈન કરાયા છે અને નિયમનું ઉલ્લંધન કરે છે તો આઈપીઈએસની કલમ 188ના આધારે કાર્યવાહી થશે.

તેલ અને ગેસ સેક્ટરનું ઓપરેશન ચાલુ જ રહેશે. તેની સાથે ટ્રાન્સપોર્ટ, ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજની સાથે રિટેલનું કામકાજ પણ ચાલુ રહેશે. ફાર્મા-જરૂરી સામાનના ઉત્પાદનને મંજૂરી મળી. ગ્રામીણ ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગને મંજૂરી. ઇલેક્ટ્રીશિયન, IT રિપેયર, પ્લમ્બર, કારપેન્ટર્સને છૂટ.

લગ્ન નહીં થાય, જીમ રહેશે બંધ સરકારી માર્ગદર્શિકામાં લગ્નની સાથેના તમામ કાર્યક્રમો અને ધાર્મિક સ્થળો તથા જીમ રાખવા સૂચનો આપવામાં આવ્યા છે રાજકીય અને રમતગમતના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવો. આ ઉપરાંત, માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. હોમમેઇડ માસ્ક, દુપટ્ટા અને સ્કાર્ફનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ સેક્ટર રહેશે બંધ

એવું કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. રાજ્યોની સરહદો પણ સીલ રહેશે. એટલે કે, બસ, મેટ્રો, હવા અને ટ્રેન મુસાફરી કરી શકશે નહીં. આ સિવાય શાળાઓ, કોચિંગ સેન્ટરો પણ બંધ રહેશે. સરકારે કહ્યું છે કે ખેતીને લગતા કામોને છૂટ આપવામાં આવશે. સિનેમા હોલ, શોપિંગ સેન્ટર પર પ્રતિબંધ કાયમ રાખવામાં આવ્યો છે. સ્કૂલ, કોલેજ, ફેક્ટરીઓ બંધ રહેશે.

આ વાત માટે થશે દંડ

થુકવા પર દંડ અને લોકડાઉનના નિયમ તોડવા પર સજાની જોગવાઇ લોકોને માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે, નહીં પહેરવા પર થશે દંડ

ખેતી સંબંધિત કામ ચાલુ રહેશે

ખેતી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ખેડૂત અને ખેતમજૂરોને લણણી સંબંધિત કામ કરવાની છૂટ આપવામાં આવશે. કૃષિ સાધનોની દુકાનો, તેમની મરામત અને સ્પેરપાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે. ખાતરો, બીજ, જંતુનાશકોના ઉત્પાદન અને વિતરણની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તેમની દુકાનો ખુલ્લી રહેશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં મશીન કાપવા (કમ્પાઈન) ની ગતિ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

Krushikhoj WhatsApp Group