રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારીઓ તેમજ કમિશન એજન્ટ્સની માંગણીના અનુસંધાને માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ સબબ તા.26 થી 31 સુધી છ દિવસની રજા જાહેર કરાઇ છે, આ દિવસો દરમિયાન હરાજી સહિતના તમામ કામકાજ સંપૂર્ણ બંધ રહેશે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૧૨૫ના પૂર્ણ થવામાં છે ત્યારે માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ સબબ આગામી તા.૨૪ માર્ચથી તા.૩૧ માર્ચ સુધી મુખ્ય માર્કેટ યાર્ડ બેડીમાં હરરાજી સહિતના કામકાજ બંધ રહેશે.

જ્યારે તા.૧ એપ્રિલથી રાબેતા મુજબ હરાજી સહિતના કામકાજ ચાલુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં બે દિવસથી લઇને એક સપ્તાહ સુધીની રજા જાહેર થતી હોય છે, સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડમાં રજા જાહેર થાય છે ત્યારબાદ સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ તેને અનુસરીને પોતાની અનુકૂળતા અને જરૂરિયાત મુજબ રજા જાહેર કરતા હોય છે

Krushikhoj WhatsApp Group