કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ-માવઠાની આગાહી પૂર્ણ થાય અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ ખેડુતોની નુકશાનીનો સર્વે રીપોર્ટ મેળવાશે અને તેના આધારે કૃષિ ક્ષેત્ર માટે સહાય જાહેર કરવાની વિચારણા થશે.

બોટાદની મુલાકાતે રહેલા કૃષિમંત્રીએ કહ્યું કે પ્રથમ માવઠા વખતે જ રાજય સરકારે નુકશાની સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્યારપછી પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે હજુ એકાદ-બે દિવસ માવઠાની સ્થિતિ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે તે ખત્મ થાય અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ સાર્વત્રીક સર્વે કરીને નુકશાનીનો ફાઈનલ રીપોર્ટ મેળવવામાં આવશે અને તેના આધારે રાજય સરકાર નુકશાની સહાય આપવાનો નિર્ણય કરશે. માવઠાગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ નુકશાનીનો સર્વે કરવા સુચના આપવામાં આવી જ છે.

Krushikhoj WhatsApp Group