ગુજરાત માથે મેથી દશા બેઠી છે. વાતાવરણમાં થતા દરેક ફેરફારની અસર ગુજરાત પર પડી રહી છે. વર્ષ 2023ની શરૂઆતથી જ ગુજરાતમાં દુકાળ પડ્યો છે. એપ્રિલના અંતમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે મે મહિનો પણ તોફાની રહેવાનો છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મે મહિના માટે નવી આગાહી કરી છે. આવતીકાલ થી મે મહિનામાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ માટે આવો જાણીએ શું છે અંબાલાલ પટેલની નવી આગાહી. ગુજરાતમાં વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને કયા વિસ્તારોમાં ત્રાટકશે ?

પ્રસિદ્ધ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં 2 જી મે થી દરિયામાં હલચલ જોવા મળશે. જ્યારે બંગાળની ખાડીમાં 10-11 મેના રોજ ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે 18 મી સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. સૂર્ય મહાન વાયુ વાહકના નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટ પર જોવા મળશે. આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી પહોંચી શકે છે. 25 મી થી સૂર્ય રોહિણી નક્ષત્રમાં છે ત્યારે અરબી સમુદ્રમાં પણ ચક્રવાત જોવા મળશે.

તેમણે આ પછી બીજા વાવાઝોડાની પણ આગાહી કરી હતી, જે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં આવશે. તેમણે કહ્યું કે 25 મે થી જૂનની શરૂઆત સુધી અન્ય ચક્રવાતની શક્યતા છે. અને 8 મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેના કારણે આહવા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ દિવસોમાં વરસાદ થવાની સંભાવના છે. મે મહિનામાં ભારે આંધી અને વરસાદની સંભાવના છે. જેથી 8 મે પછી વાતાવરણ માં ચક્રવાતનું પ્રમાણ વધશે. જેની અસર બાગાયતી પાક પર વધુ પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 8 મી જૂનથી સમુદ્રમાં પવનો બદલાવાની શક્યતા છે. તેથી 20 મી મે પછી આંદામાન દ્વીપ પર ભારે વરસાદની સંભાવના છે. કેરળના દરિયાકાંઠે 28 મી મે થી વરસાદની શક્યતા રહેશે. અને 3 જી જૂનથી 8 મી જૂન વચ્ચે કેરળમાં ચોમાસાની વર્તમાન હવામાન સ્થિતિ જોવા મળે છે.

Krushikhoj WhatsApp Group