સૌરાષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતા અને મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમને ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ પણે ખાલી કરવામાં આવનાર છે જે માટેની સૌધાંતિક મંજુરી લેવામાં આવી હોવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ સૌરષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતો છે મચ્છુ-૨ ડેમના ગેટ બદલવાના હોવાના કારણે ડેમ ખાલી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે તો સિંચાઈ વિભાગના અધિકારી વિજય ભોરણીયા સાથે વાત ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ૨ ડેમના ૫ દરવાજા બદલવાના હોવાથી મોરબી સિંચાઈ વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસે સૈધાંતિક મંજુરી લેવામાં આવી છે મંજુરી આવ્યા બાદ ડેમ ખાલી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.

મોરબીની શાન ગણાતા મચ્છુ-૨ ડેમમાં જુના ૧૮ અને નવા ૨૦ મળીને કુલ ૩૮ દરવાજા છે. જે પૈકી ૫ ગેટ બદલવાના હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં ૫૦% જળ સંગ્રહ રહેલ છે. અને ૧૫ એપ્રિલ બાદ ડેમ ખાલી કરવામાં આવે તેવી વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

એક તરફ વરસાદ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે તો બીજી તરફ ઉનાળો પણ આગ ઓપતી ગરમીને લઈને આવી રહ્યો છે આવા સમયે જો ડેમ ખાલી કરવામાં આવશે તો મોરબીના નાગરિકોને કઈ રીતે પાણી મળશે તે મુદ્દો પણ ચિંતન તુલ્ય છે તેથી પાણી વિતરણ વ્યવસ્થા ભાંગી ન પડે એ અંગેની વિચારણા હાલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે

મોરબીમાં મચ્છુ-૨ જળ હોનારત બાદ મચ્છુ-૨ ડેમ નવો બનાવ્યાના 33 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મચ્છુ ડેમના રીપેરીંગ માટે આ ડેમ ખાલી કરીને 1400 એમસીએફટી પાણી આજી-3માં અને મચ્છુ નદીમાં છોડવામાં આવશે. જો કે આ ડેમ ખાલી કરવાના નિર્ણય લેવાયા બાદ મોરબી માટે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવશે તેવું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે. 15 એપ્રિલ બાદ ગમે ત્યારે ડેમના દરવાજાનું રીપેરીંગ કાર્ય કરવા માટે ડેમ ખાલી કરાશે…

મોરબી શહેર અને આસપાસના ગામોની પીવાની તેમજ સિંચાઈની સુવિધા પૂરી પડતો સૌરાષ્ટ્રના મોટા એવા મચ્છુ-2 ડેમ વર્ષ 1979માં તૂટ્યા બાદ નવો બનાવવામાં આવ્યો હતો, જેમાં આ ડેમમાં નવા 20 દરવાજા બનાવવામાં આવ્યા હતા અને જૂના 18 દરવાજા યથાવત રાખવામાં આવ્યા હતા. ત્યારે આ ડેમ નવો બન્યાને 33 વર્ષ પછી ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. ડેમના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેમના પાંચ દરવાજા નબળા પડી ગયા હોય જેને બદલવાની કામગીરી માટે હાલ ભર ઉનાળે મચ્છુ ડેમ ખાલી કરવાની નોબત આવી છે.

મોરબી શહેર અને આસપાસના ગામોની પીવાની તેમજ સિંચાઈની સુવિધા પૂરી પડતો સૌરાષ્ટ્રના મોટા એવા મચ્છુ-2 ડેમ વર્ષ 1979માં તૂટ્યા બાદ નવો બનાવવામાં આવ્યો હતો, જેમાં આ ડેમમાં નવા 20 દરવાજા બનાવવામાં આવ્યા હતા અને જૂના 18 દરવાજા યથાવત રાખવામાં આવ્યા હતા. ત્યારે આ ડેમ નવો બન્યાને 33 વર્ષ પછી ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. ડેમના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેમના પાંચ દરવાજા નબળા પડી ગયા હોય જેને બદલવાની કામગીરી માટે હાલ ભર ઉનાળે મચ્છુ ડેમ ખાલી કરવાની નોબત આવી છે.

આ અંગે સિંચાઈ અધિકારી સાવલિયાએ જણાવ્યું હતું કે, મચ્છુ ડેમ-2ના પાંચ દરવાજાને બદલવાના અને બાકીના દરવાજાની મજબૂતાઈ વધારવાની કામગીરી કરવા માટે આ ડેમના પાટિયા ખોલી પાણી છોડવામાં આવશે. આ ડેમ ખાલી કરવાનો હોય અને હાલ બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી મોરબી ઉપર ભર ઉનાળે જળસંકટ ન તોળાઈ તે માટે નમર્દાની કેનાલ મારફત પાણી મેળવી મોરબીને પાણી આપવાનું આયોજન ગોઠવાય રહ્યું છે…

મચ્છુ -2 ડેમના દરવાજાના રિપેરીગ માટે આ ડેમ આખો ખાલી કરવામાં આવશે. જેમાં 15 એપ્રિલથી 1 મેં વચ્ચે ગમે ત્યારે ડેમ ખાલી કરીને રિપેરીગ કરાશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે અને 4 કરોડના ખર્ચે રિપેરીગ કરાશે. અત્યારે ડેમના દરવાજાને રિપેરીગ કરવું જરૂરી હોય નહિતર ચોમાસામાં ભારે મુશ્કેલી પડે તેવી સ્થિતિ હોવાથી એક મહિના સુધીમાં આ રિપેરીગ કામ પૂર્ણ કરી લેવામાં આવશે…

Krushikhoj WhatsApp Group