સપ્તાહમાં 5 % ઉપર વાયદો તૂટ્યો, ઉપરની તસવીરમાં ન્યુયોર્ક કોટન વાયદાના વેપારનો છેલ્લા એક મહિના સતત તૂટતો આવ્યો છે ચાર્ટ રજુ કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે 64 સેન્ટની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ ન્યુયોર્ક વાયદામાં છેલ્લા સાડા ચાર વર્ષની સૌથી નીચી સપાટી જોવા મળી છે.
👉 ગુજરાત ના તમામ જિલ્લા ના માર્કેટયાર્ડ ના બજારભાવ, કૃષિ સમાચાર તેમજ ઓનલાઇન કૃષિ પ્રોડકટ ની ખરીદી માટે આપના મોબાઇલમાં કૃષિઉદય એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વૈશ્વિક રૂ બજારની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી છે અને 29 એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં ઘટાડા સાથે રૂ.53000ની સપાટી જોવા મળી છે. કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ગામડે ઘર બેઠા રૂ.1400 ની સપાટીની આસપાસ સરેરાશ કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. મહત્તમ વેપાર રૂ.1400 થી રૂ.1475ની સપાટીની વચ્ચે થઇ રહ્યો છે.
