મહારાષ્ટ્રમાં તાજેતરના કમોસમી વરસાદને કારણે રવી ડુંગળી પાકને અસર થયાનું જણાવાઈ રહ્યું છે. ડુંગળી ભીની થઈ જવાને કારણે તેમાં ભેજનું પ્રમાણ વધી જાય છે જેને પરિણામે તેનું ટકાઉપણું ઘટી જાય છે કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને નુકસાન થયું છે વરસાદને કારણે ડુંગળીના ટકાઉપણા પર અસર થઈ છે અને સપ્ટેમ્બરમાં માલખેંચ ઊભી થવાની શકયતાઓ બની શકે છે
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીનાં માલમાં મોટા પાયે બગાડનાં સમાચાર ડુંગળીની આવકો પણ અત્યારે સૌરાષ્ટ્રમાં ઓછી થવા લાગી, સારા માલ ના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે
ગામડે હાલ ઘર બેઠા 200 રૂપિયા આસપાસ ભાવ ચાલે છે, ડુંગળીનાં ભાવ રાજકોટમાં 20 કિલોનાં રૂ.180 થી 230 અને બહુ સારા માલ હોય તો રૂ.240 થી 250 નાં ક્વોટ થાય છે. ડુંગળીમાં આગળ ઉપર માનસ હાલ તેજીનું દેખાય રહ્યું છે.
ડુંગળીમાં આવર્ષે કમોસમી વરસાદને કારણે માલ વધારે પલળી ગયો છે અને તેની નુકસાનીનો તાગ મેળવવો જ મુશ્કેલ છે, જેને કારણે બજારો હાલક-ડોલક થશે. ડુંગળીમાં જે ખેતરમાં પડ્યો હતો તેમાં પણ બગાડ છે અને બહાર કાઢીને રાખ્યો હોય અને તેની ઉપર પાણી પડ્યું હોય તેવો માલ જો મેડામાં ગયો હોય તો તેમાં પણ બગાડ આવી શકે છે. મેડામાં-સ્ટોકમાં ગયેલા માલમાં કેટલો બગાડ છે તેનો અંદાજ અત્યારથી લગાવી શકાય તેમ નથી.. મેડામાં જો પાણી લાગ્યું હોય તો તેને માલને નુકસાન કર્યાં વિના રહે જ નહીં.
ડુંગળીમાં સૌરાષ્ટ્રમાં વાંકાનેર, મોરબી, કાલાવાડ, ગોંડલ, જામનગર, અમરેલી સહિતનાં વિસ્તારમાં વરસાદથી નુકસાન છે અને આ નુકસાન 30 ટકાથી વધુ નુકસાન હોય તેવી શક્યતાઓ છે
ડુંગળીમાં કમોસમી વરસાદથી જે બગાડ થયો છે એ જોત્તા ડુંગળીનાં ભાવમાં આગામી 30 દિવસમાં સારા માલમાં 20 કિલોએ રૂ.50 થી 100 સુધીનો ઉછાળો આવી શકે છે. વધારે પણ આવી શકે છે એવી શક્યતાઓ છે એવી વેપારીઓ ની વાણી છે
ડુંગળીની વર્તમાન સ્થિતિ જોત્તા આગળ ઉપર કેટલી તેજી થશે તે કોઈ કહી શકે તેમ નથી. બધો તાગ આગળ ડુંગળીમાં બગાડ કેટલો આવે છે તેનાં ઉપર જ નિર્ભર છે.
ડુંગળીનો પાક મધ્યપ્રદેશમાં ૩૦ ટકા ઓછો છે અને ગુજરાતમાં આ વર્ષે 40 ટકા જેટલો ક્રોપ ઓછો છે, એક માત્ર નાશીકમાં ક્રોપ વધારે થયો છે પરંતુ નુકસાન વધારે છે.
ડુંગળીમાં નિકાસ વેપારો પણ અત્યારે ઓછા થઈ ગયા છે. માર્ચ મહિના સુધી નિકાસ સારી હતી, પરંતુ એપ્રિલથી નિકાસ માત્ર ૩૦ ટકા જેટલી જ જાય છે, જેની અસર પણ ભાવ ઉપર જોવા મળી રહી છે જો આગામી સમય મા નિકાસ ને સરકાર પ્રોત્સાહન આપે તો ડુંગરી મોટી તેજી આવી શકે
નાફેડની ડુંગળીની ખરીદી ચાલુ મહિનાથી શરૂ થવાની હતી, પરંતુ નાશીકમાં હજી સુધી શરૂ થઈ નથી. માલમાં બગાડ વધારે હોવાથી નાફેડને ક્વોલિટીનો ઇશ્યૂ થશે અને સ્ટોક કરી શકાય તેવો માલ મળવો મુશ્કેલ છે.