ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા રૃ.1018 પ્રતિમણના ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ઠરાવાયું છે.હાલ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છી રહયા છે. તેઓ ઓન લાઈન નોંધણી કરાવી રહયા છે. ત્યારે આગામી 1 લી નવેમ્બરને લાભ પાંચમથી ખરીદ કેન્દ્રો ખાતેથી મગફળી ખરીદવા તંત્ર દ્વારા જરૃરી આયોજન હાથ ધરી બેઠકો યોજી માર્ગદર્શન પુરૃ પડાઈ રહયું છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની કયા પ્રકારની ગુણવત્તા ધરાવતી મગફળી ખરીદાશે તે અંગે જરૃરી માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરાઈ છે.

સરકારે ઠરાવેલ લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન 2019-20 માંપ્રતિમણ રૃ.1018 મગફળીનો ભાવ ઠરાવાયો છે. હાલ 1લી ઓકટોમ્બર થી 31 ઓકટોમ્બર સુધી હાથ ધરાયેલા રજીસ્ટ્રેશન હેઠળ ની ઓનલાઈન કામગીરીમાં અંદાજે 14 હજાર ખેડૂતોએ જરૃરી નોંધણી કરાવી છે . ત્યારે જિલ્લાના ખરીદ કેન્દ્રો ઉપરથી કયા પ્રકારની મગફળી ખરીદાશે ને અંગેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરાઈ છે.

જિલ્લા પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ એફએકયુ ગુણવત્તાવાળી મોટી મગફળીમાં ઓછામાં ઓછો 65 ટકા અને નાની મગફળી માટે ઓછામાં ઓછો 70 ટકા ઉતારો હોય, બાહ્ય અશુધ્ધિઓ માત્ર 2 ટકા સુધી, તૂટેલા પડ અથવા દાણા 2 ટકા સુધી અન્ય પડ મિશ્રણ દાણા 4 ટકા સુધી, ચીમળાયેલા અને અપરિપકવ પડ 4 ટકા સુધી, જીવાત થી કાંણા પડેલ દાણાની સંખ્યા 1 ટકા સુધી અને 8 ટકા સુધીનો ભેજ ધરાવતી મગફળી માન્ય રહેશે. આવી ગુણવત્તા યુક્ત સાફ સુથરી મગફળી ખેડૂત મિત્રોએ ખુલ્લી લાવવા આ માર્ગદર્શિકામાં જણાવાયું છે.

Krushikhoj WhatsApp Group