તાર ફેન્સીંગ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત ઉપર તા.12 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકાશે. ચાલુ નાણાકિય વર્ષે 46182 ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રતિ રનિંગ મીટર મહત્તમ રૂ.200 સુધી સહાય મળી શકશે. ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનો ગોળો હોય તો જ સહાય મળવાપાત્ર છે. વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વિકારવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 % બેમાંથી જેઓછુ હોયતે મુજબ સહાય આપવામાં આવશે. ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.12/02/2025 થી તા. 18/02/2025 (દિન-7)સુધી ખુલ્લુ મુકવામાં આવશે.
અરજી I-ખેડૂત વેબસાઈટ પરથી કરવાની રહેશે
-::ખેડૂતોએ લેવાની કાળજી::-
કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-7 માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે તાલુકાકક્ષાએ વિસ્તરણઅધિકારી(ખેતી) અથવા જિલ્લાકક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યાર બાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
✓ ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
✓ ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
✓ ડીમાર્કશન વાળો નકશો (ફેન્સીંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો)
✓ બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલ ચેક
✓ આધારકાર્ડની નકલ
✓ કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક
2 હેક્ટરથી ઓછુ ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહિ. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જણાવવામાં આવે છે.
પૂર્વમંજુરી મળ્યેથી જ નવીનવાડની કામગીરી ચાલુ કરવાની રહેશે.
જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે
