કેશોદમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બબાલ જોવા માળી હતી. ખેડૂતો અને ખરીદ અધિકારીઓ વચ્ચે ભારે રકઝક થઇ હતી. વાત જાણે એમ છે કે, ખરીદ અધિકારીઓ દ્વારા ખેડૂતોનો માલ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. માલ અસ્વીકાર કરવાનું સરકારી કારણ આપવામાં આવ્યું માલ એટલે કે મગફળીમાં હવા(ભેજ)નું પ્રમાણ વધુ હોવાનું આપવામાં આવ્યું હતું.
ખેડૂતોનો માલ અસ્વીકાર કરાતા ખેડૂતો દ્વારા આ મામલે ભારે રકઝક કરવામાં આવી, પરંતુ અધિકારી દ્વારા કોઇ પણ દલિલ સ્વાકારવામાં આવી રહી નહોતી, ખેડૂતોમાં આજ કારણે ભારે રોષ જોવા માળી રહ્યો હતો. ત્યારે જ ખેડૂતો દ્વારા એક કીમિયો અજમાવવામાં આવ્યો હતો. ખેડૂતે પોતાના મશીનમાં મગફળીની હવા ચેક કરી હતી.
ખેડૂતના મશીનમાં મગફળીની હવા 5.7 નીકળી હતી. આપને જણાવી દઇએ કે, સરકારી મશીનમાં આજ મગફળીના હવા 8 થી વધુ નોંધવામાં આવી હતી. ખેડૂત દ્વારા રોષ ભેર સરકારી હવા માપવાના સાધનમાં ભૂલ હોવાનું શોધી કાળવામાં આવ્યું અને સરકારી અધિકારીઓની હવા ટાઇટ થઇ ગઇ હતી.

Monsoon Onion Ad

ખેડૂતો દ્વારા સમગ્ર મામલે ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. એક તો ખેડૂતો પોતાનાં માલના નુકસાનનાં કારણે પહેલેથી જ પરેશાન છે અને તેમા પણ રોજ કોઇને કોઇ નખરા સાથે ટેકાના ભાવની ખરીદીમાં પણ આ પ્રકારનાં નાટકો જોવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો આ મામલે ભારે રોષે ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે .

Krushikhoj WhatsApp Group