કોટન કોર્પોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સી.સી.આઇ) આગામી સમય માં કપાસની ખરીદી બંધ કરે તેવા સંકેત…
ગાંસડી કરતાં કપાસના ઊંચા ભાવ અને સામે પક્ષે પડતરના અભાવે મિલોની ખરીદી બંધ થવા ઉપરાંત જિાનિંગ ફેકટરીઓ અધવચ્ચે જ બંધ થઇ ગઇ હોવાથી આ વખતે કપાસ અને રૂની ગાંસડીની સિઝન લગભગ ફેઇલ ગઇ છે. એમાં વળી અગાઉ થયેલા ઊંચા ઉત્પાદનના વરતારા અને ત્યારબાદ ખેડૂતો માલ પકડીને બેસી જતાં બજારમાં કપાસની આવક બહુ ઓછી થઇ ગઇ છે.
આવા સંજોગોમાં હવે કદાચ સરકારી એજન્સી કોટન કોર્પોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સી.સી.આઇ) પણ આગામી ૩૧મી માર્ચથી સરકારી ખરીદ બંધ કરે તેવા સંકેત મળી રહ્યા છે. સરકારની ઉચ્ચસ્તરીય સમિતિની હાલમાં જ યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો અને ખેડૂતો આ વખતે ટેકાના ભાવે પણ કપાસ વેચવા તૈયાર ન હોવાની ધારણા મુકાઇ હતી. તેથી સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખે કે નહીં તેનાથી બજારને કોઇ ફરક પડવાનો નથી કે ખેડૂતોને રાહત મળવાની નથી તેથી સરકારી ખરીદી બંધ કરવાનું હિતાવહ હોવાનો મત રજૂ થયો હતો.
બજાર માં ખેડૂતો નીચા ભાવે કપાસ વેચવા આવતા નથી તેથી પડતરના અભાવે ધંધા ખોરવાયા છે. હવે જો સરકાર ખરીદી બંધ કરે તો ખેડૂતો બહાર આવી શકે છે. યાદ રહે કે હાલમાં સરકારે કપાસના ટેકાના ભાવ મણ દીઠ ૧૨૬૦ રૂપિયા નક્કી કર્યા છે, તે ગુણવત્તાવાળા કપાસના બજારભાવ રૂપિયા ૧૬૫૦થી ૧૭૦૦ જેટલા બોલાય છે. આજના સંજોગોમાં આ સિઝનમાં કપાસના ભાવ આટલા નીચા આવવાની શક્યતાઓ નથી જોઈએ હવે આગામી સમય મા કપાસ ના ભાવ તેજી આવે છે કે મંદી એતો હવે સમય જ બતાવશે ….