રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવા ચણાની ધુમ આવક થઇ હતી અને ભાવ .૭૫૦ થી ૮૦૦ રહ્યો હોવાનું જાણવા મળે છે. ચણાની આવકો દિવસેને દિવસે વધી રહી છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડના અનાજ વિભાગના વેપારી વર્તુળોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં નવા ધાણા, જીરૂ, ઘઉં અને ચણાની આવકો શરૂ થઈ ગઈ છે. આ વખતે સિઝન થોડી મોડી હોય મેથી, રાયડો, વરિયાળી સહિતની આવકો આગામી મહિનાથી થશે.