વાંકાનેર માર્કેટયાર્ડમાં રોજ જણસીના ઉતરાઈ, રોજ તોલાઈ, રોજ વેચાણ જીરાની આ સીઝનની ૧ દિવસની રેકોર્ડ બ્રેક આવક ૧૦૮૦૦ મણ

Black Diamond Ad

ખેડૂતોને જીરાની કવોલેટી પ્રમાણે એક મણના રૂા 2300 થી 3000 ના ભાવો મળેલ છે

હાલ જીરાની સીઝન ચાલુ છે વાંકાનેર માર્કેટયાર્ડના ૧૯૫૬ થી અત્યાર સુધીના ઈતીહાસમાં જીરાની રેકર્ડ બ્રેક આવક થયેલ છે. ચાલુ સીઝનના શરુઆતના મહીનામાંજ ૧૧૨૭૫૦ મણની જીરાની આવક વાંકાનેર યાર્ડમાં થયેલ છે. દર વર્ષે આખા સીઝનમાં જે જીરાની આવક થાય છે તે ચાલુ મહીનામાંજ આવક થયેલ છે. માર્કેટયાર્ડ દવારા જે જીરુની આવક થાય છે તેની રોજ ઉતરાઈ, રોજ વેચાણ , રોજ તોલાઈ અને તેજ દિવસે તેમનું જણસીનુ બીલ મળી જતુ હોઈ છે. કોઈ પણ ખેડૂતનો માલ પેન્ડીગ રહેતો નથી . વાંકાનેર માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને તેજ દિવસે પેમેન્ટની સુવીધા દલાલભાઈઓ દવારા પુરી પાડવામાં આવે છે . માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે રાત્રે સુવા માટે ખેડૂત રેસ્ટ હાઉસ પણ આવેલ છે. શકીલ એહમદ કે.પીરઝાદા ચેરમેન એ.પી.એમ.સી. – વાંકાનેર

 

Krushikhoj WhatsApp Group