જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર પલટાની આગાહી કરી છે. ખાસ કરીને 6 થી 8 મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.
સારાંશરૂપે અગત્યની બાબતો:
1 થી 3 મે: ભારે ગરમી (તાપમાન 42.5°Cથી 44.5°C).
3 મે પછી: તાપમાન ધીમે ધીમે ઘટશે.
4-5 મે: આકાશમાં વાદળછાયું માહોલ.
6-8 મે: કમોસમી વરસાદ, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં.
પવન: સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં, પરંતુ હવામાન અસ્થિર હોવાથી દિશા અને ઝડપમાં ફેરફાર.
આગાહીના સમયમાં પવન પશ્ચીમી હશે પરંતુ કેટલાંક દિવસે વાતાવરણ અસ્થિર થતા પવનની દિશા પણ અસ્થિર થશે. પવન 10 થી 15 કીમીની રેન્જમાં હશે જયારે ઝાટકાના પવન 20 થી 35 કીમીના હશે. વાતાવરણ અસ્થિર હશે ત્યારે ઝાટકાના પવનની ગતિ 40 થી 50 કીમી સુધી પહોંચવાની સંભાવના છે.
કમોસમી વરસાદ:
-
વિવિધ હવામાન સિસ્ટમોના પરસ્પર અસર કેવી રીતે થશે તે હજુ સ્પષ્ટ નથી. તેથી હાલ વરસાદ માત્રા અને વિસ્તાર માટે નોંધપાત્ર અનિશ્ચિતતા છે. ફરી અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે.
