ગુજરાત સરકાર ખેડૂતો માટે ખેતીને વધુ સરળ, ઉત્પાદક અને વધુ વળતર આપતી બનાવે તેવા સંશોધનોને સદાયથી આવકારતી અને પુરસ્કૃત કરતી આવી છે. કૃષિ ક્ષેત્રે થનારા નવીન સંશોધનો વિષે વધુને વધુ ખેડૂતો જાણતા થાય તેમજ તેના સંશોધકોને યોગ્ય સન્માન મળે તે માટે સરકાર દ્વારા તેમને પુરસ્કાર પણ આપવામાં આવે છે.

Black Diamond Ad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલના મોરવા (હ) તાલુકાના ખાનપુર ખાતે યોજાયેલ ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯માં આવા જ એક સંશોધક નિલેશભાઈ ડોબરિયાને ખેડૂતો માટે ૧ કલાકમાં ૧.૫ વિઘા જમીનની મગફળી કાઢતું ઓટોમેટિક થ્રેશર(ઓપનર) વિકસાવવા બદલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર ૨૦૧૮-૧૯ અર્પણ કરીને તેમની શોધને બિરદાવી હતી.

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર કૃષિ ક્ષેત્રે નવીન અને ખેડૂતો માટે ખેતીને વધુ કિફાયતી, વધુ સરળ બનાવવાની સંભાવના ધરાવતા સંશોધનો માટે અપાય છે અને તેમાં પ્રમાણપત્રની સાથે રૂા. ૫૧,૦૦૦નો રોકડ પુરસ્કાર સામેલ હોય છે

Krushikhoj WhatsApp Group