આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમને આજે ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી..જેમાં ખેતી અને ખેતી સંબંધિત 11 મુદ્દાઓને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી…આજની જાહેરાત ખેતી અને ખેતી સંબંધિત ગતિવિધિઓ પર કેન્દ્રીત હતી.

  • કૃષિ માટે 1 લાખ કરોડ

સરકારે ખેડૂતો અને ખેત પેદાશો સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી. જેમાં એગ્રિગેટર્સ, FPO, પ્રાઈમરી એગ્રીકલ્ચરલ સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આપવામાં આવશે. જેમ કે કોલ્ડ સ્ટોરેજ અને મૂલ્ય સંવર્ધન…આ પેકેજથી કૃષિમાં ઉદ્યમને બળ મળશે..

  • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ માટે 10000 કરોડ

સરકારે માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે…જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલથી ગ્લોબલ સૂત્રને ચરિતાર્થ કરી શકાય..સરકારના આ ફંડથી વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે…જે તે રાજ્યના જાણીતા અને વધુ પ્રમાણમાં બનાવવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે, ગુણવત્તા માટે અને એક્સપોર્ટ માટે અને ટેક્નોલોજી સહાય આપવા માટે મદદરૂપ થશે…એટલે કે બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદરને ગ્લોબલ પ્રોડક્ટ્સ બનાવી શકશે.. આ ઉપરાંત ઉદ્યમી ખેડૂતો મળીને સામૂહિક રીતે સરકાર પાસેથી લૉન લઇ શકશે…

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નાણામંત્રીએ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગો સંબંધિત મહત્વની યોજનાઓ અને જાહેરાત કરી…

  • 20,000 કરોડની યોજના માછીમારો માટે :

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રમાણે 11,000 કરોડ માછીમારીની પ્રવૃતિઓ માટે અને 9,000 કરોડ માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટક્ચર માટે વપરાશે…આ યોજનાથી આગામી 5 વર્ષમાં 70 લાખ ટન જેટલું માછલીઓનું ઉત્પાદન વધશે…યોજનાને કારણે 55 લાખ લોકોને રોજગારી મળશે અને માછીમારો માટે પણ નવી નોકરીઓનું સર્જન થશે…તો નિકાસ વધીને 1 લાખ કરોડ રૂપિયા કરવાનું સરકારનું લક્ષ્ય છે…આ સાથે માછીમારોને નવી હોડી આપવામાં આવશે…મહત્વનું છે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી..પરંતુ કોરોનાને કારણે તેને તાત્કાલિક લાગુ કરાઇ રહી છે…મહત્વનું છે કે મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ રૂપિયા અને 9 હજાર કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આપવામાં આવશે

  • પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાહેરાત :

પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે સરકારે 15 હજાર કરોડના ફંડની ફાળવણી કરી છે…દૂધના વધુ ઉત્પાદનવાળા ક્ષેત્રોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો સરકારે લક્ષ્ય રાખ્યો છે…

  • હર્બલ ખેતી માટે 4 હજાર કરોડની ફાળવણી :

ઔષધિઓના છોડના વાવેતર માટે સરકારે 4 હજાર કરોડના ફંડની ફાળવણીની જાહેરાત કરી છે…જેના થકી 10 લાખ હેકટરમાં ઔષધિઓના છોડનું વાવેતર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે…ઔષધિઓના વાવેતર થકી ખેડૂતોને પાંચ હજાર કરોડની આવક થઇ શકશે…તો ગંગા નદીની આસપાસના કોરિડોરમાં વાવેતર કરવાની યોજના છે…કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોવિડ-19ના સંકટકાળમાં હર્બલ વનસ્પતિઓ ઘણી અસરકારક સાબિત થઇ છે

  • મધમાખી સંવર્ધન માટે રૂ. 500 કરોડની ફાળવણી

મધમાખી સંવર્ધન અને મધમાખી પાલનના પ્રોત્સાહન માટે સરકારે 500 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરી છે… જેનાથી 2 લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે…પરાગરજની હેરફેરમાં, મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઇ શકશે..આ ઉપરાંત દવાઓમાં ઉપયોગમાં થતું મધ સ્વદેશમાં બને તેવા સરકારના પ્રયાસો છે..નિકાસ માટે મધુમાખી પાલન એક મોટો અવસર સાબિત થશે…આ સાથે અનોખા ફંડની ફાળવણીથી ગ્રામીણ વિસ્તારો માટે નવી તકો ઉભી થશે..

  • નેશનલ એનિમલ ડિઝીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ :

પશુધનને બિમારીથી બચાવવા માટે સરકારે 13,343 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે…જે અતંર્ગત તમામ ગાય, ભેંસ, ઘેટાં અને બકરીઓનું રસીકરણ કરવામાં આવશે… અત્યાર સુધી 1.5 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે… ત્યારે હજુ 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાની સરકારની યોજના છે..મહત્વનું છે કે મોઢા અને પગના વિવિધ રોગોથી પીડિતા પશુઓનું ટીકાકરણ કરવામાં આવશે…

  • ટોપ ટુ ટોટલ યોજના

ટોપ ટુ ટોટલ યોજના માટે સરકાર 500 કરોડનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં લાવશે…ઓપરેશન ગ્રીનમાં હવે ટામેટા, બટાકા, ડુંગળી ઉપરાંત તમામ શાકભાજી અને ફળનો સમાવેશ કરવામાં આવશે..TOP યોજના હેઠળ 500 કરોડમાંથી 400 કરોડ રૂપિયા શાકભાજીના ઉત્પાદન માટે ફાળવવામાં આવ્યા છે..તો વધુ રાહત આપતા હવે શાકભાજીના સ્ટોરેજ અને પરિવહન ખર્ચ ઘટે તે માટે સરકાર 50 ટકા સબસિડી આપશે..

આત્મનિર્ભર ભારત યોજનાના ત્રીજા તબક્કાની જાહેરાતમાં સરકારે ત્રણ મોટા પ્રશાસનિક અને શાસન સંબંધિત ફેરફાર કર્યા.

  • આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર

સરકારે ખેડૂતોને સારી કિંમત મળી રહી તે માટે પ્રશાસનિક સુધારા સંબંધિત જાહેરાત કરી… સરકારે 1955માં દુકાળને પગલે લીધેલા આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર કર્યો છે… અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેતી સ્પર્ધાત્મક બની રહે તે માટે સ્ટોક લિમિટ કાઢી નાખવામાં આવી… રાષ્ટ્રીય આપત્તિ અને કટોકટીના સમય સિવાય કૃષિ ઉત્પાદનો પરથી નિયંત્રણ હટાવી લેવાયા છે… ખેડૂત અને ઉત્પાદકોના હાથ બાંધતા તમામ નિયમોને સરકાર સમાપ્ત કરી દેશે..

  • ઇ-ટ્રેડિંગ:

એગ્રિકલ્ચર માર્કેટિંગ રિફોર્મ
કેન્દ્રીય કાયદા વડે હવે ખેડૂતને ઉત્પાદન વેચવા માટે વધુ વિકલ્પો મળશે…હવે ખેડૂતોને પોતાના પાકને વેચવાની સ્વતંત્રતા મળશે, જેથી ખેડૂતો આંતરરાજ્ય વેપાર કરી શકશે… કૃષિ ઉત્પાદનોનું ઈ-ટ્રેડિંગ થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

  • જોખમરહિત ખેતી માટે આશ્વાસન

હવે ખાદ્ય પદાર્થોની કિંમત અને ગુણવત્તાનું મોદી સરકાર આશ્વાસન આપશે… એટલે કે પાકની વાવણી પહેલા જ ખેડૂતને કિંમતનું આશ્વાસન મળશે… ખેડૂતો, ફૂડ પ્રોસેસર્સ, નિકાસકારો, વેપારીઓની સાથે જે વેપાર કરે છે તેને એક કાયદાકીય માળખામાં ઢાળવામાં આવશે, જેથી ખેડૂતનું શોષણ ન થાય અને તેને સારા ભાવ મળી રહે… કાયદાના આધાર હેઠળ ખેડૂતોને વેપારી અને નિકાસકારો સાથે જોડવામાં આવશે…ચોક્કસ કાયદાઓનું માળખુ હોવાથી ખાનગી ક્ષેત્રને પણ રોકાણ કરવામાં પ્રોત્સાહન મળશે.

Krushikhoj WhatsApp Group