બાગાયતી ખેતીના જુદા – જુદા 85 ઘટકોમાં સબસીડી મેળવવા માટે આઇ – ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા. 30 એપ્રિલ સુધી અરજી થઇ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે , આ ઘટકોમાં અરજી માટે આઇ – ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે.
ખેડૂત મિત્રો આ સમાચાર ને વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ ખેડૂત મિત્ર અરજી કરવાથી વંચીત રહી ન જાય.
કેટલીક બાગાયતી યોજનાઓ
અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
ઇવેપોરેટીવ/ લો એનર્જી કુલ ચેમ્બર (ક્ષમતા ૮ મે.ટન)
કંદ ફૂલો
કેળ (ટીસ્યુ)
કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજાર
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
આઇ – ખેડૂત પોર્ટલ દ્વારા સરકારે ઓનલાઇન અરજી કરવાની સુવિધામાં સતત સુધારો કર્યો છે. આ કારણે ખેડૂતોને ઘણી રાહત થઇ છે. જોકે, અરજી કરી દીધા પછી પણ સબસીડી પાસ થતી ન હોવાની ફરીયાદ અનેક ખેડૂતોની આવી રહી છે. સરકારી સબસીડી માટેનું બજેટ નિશ્ચિત હોય છે. આથી અરજી કરનાર દરેક ખેડૂતને સબસીડીનો લાભ મળે જ એવુ શકય બનતુ નથી જોકે , જે ખેડૂતોની સબસીડી પાસ થતી નથી તેઓ સાથે સરકાર યોગ્ય રીતે આ અંગેની માહિતી આપે એ જરૂરી છે.