જૂનાગઢ: જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળી પાક સુધારણા તેમજ નવી વિકસાવવામાં આવેલ મગફળીની જાત અંગે ખેડૂત મેળો અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં એક એવી મગફળીની જાત પ્રદર્શિત કરવામાં આવી કે જેમાં ઓલીક એસીડ નામનું તત્વ વધુ પ્રમાણમાં હોય છે. અને તેને લીધે આ મગફળીનું તેલ હૃદયરોગ સહિત અન્ય બિમારી માટે ફાયદાકારક રહે છે. આ મગફળીનું નામ ગિરનાર 4 અને 5 રાખવામાં આવ્યું છે. આ મગફળી સંશોધન કેન્દ્ર અને હૈદ્રાબાદ કેન્દ્રએ સાથે મળી મગફળી પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. 6 વર્ષ બાદ તેમને સફળતા મળી છે અને ગિરનાર-4 અને 5 જાતની મગફળીનું સંશોધન અન્ય મગફળી કરતા 80 ટકા વધુ પોષ્ટીક તત્વો હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે સારી છે. તે ઉપરાંત તેમાથી બનેલી વસ્તુને અન્ય કરતા 10 ગણી વધારે દિવસો રાખી શકાય છે.

પાક સુધારણામાં કૃષિ શિબિરમાં 700 થી વધુ મગફળી વાવતા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. શિબિરમાં ખેડૂતોએ વિવિધ રાસાયણિક ખાતરોનો જમીન ચકાસણીના આધારે મગફળીના પાકમાં ઉપયોગ અંગે તથા તજજ્ઞો પાસેથી ખેડૂતોએ તેમણે થતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ કૃષિ વિષયક 25 જેટલા સ્ટોલના માધ્યમથી ખેડુતોને પાક વાવેતર, બિયારણની પસંદગી ખાતરનો સંતુલીત ઉપયોગ અંગે જાણકારી મેળવી હતી. આ તકે ખેડૂતો માટે મગફળીના પાક માટે નોંધાયેલ અને ભલામણ કરાયેલ જંતુનાશક દવાની યાદી પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતુ. આ તકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીએ ખેડુતોને પરસ્પર આદાન પ્રદાન, તજજ્ઞોનું માર્ગદર્શન અને અનુભવનો સમન્વય સાધી ખેતીમાં આધુનીકતા અપનાવવા જણાવ્યુ હતું. મદદનીશ કમીશ્નર ડીએસી જીતેન્દ્ર કુમાર, કૃષિ યુનિવર્સિટીના ડો.પ્રમોદ મોહનોત, ડીન ડો.એન.કે.ગોંટીયા, એગ્રીકલ્ચર કોલેજના પ્રીન્સીપાલ ડો.મોહન વાડોદરિયાએ કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રકારની મગફળી માત્ર ત્રણ દેશોમાંઆ પ્રકારની મગફળીનું સંશોધન ભારતમાં પ્રથમ વખત થયું છે. વિશ્વના માત્ર 3 દેશો જેવા કે ઓસ્ટ્રલિયા, આર્જેન્ટીના અને યુએસએમાં દેશમાં આ પ્રકારની મગફળી છે. હવે ભારતમાં પણ સંશોધન થતા અન્ય દેશોમાં પણ વિકસશે.ખેડૂતોને 1 કિલો દીઠ 5 થી 10 રૂપિયા ફાયદોજે ખેડૂતો ગિરનાર-4 અને 5 મગફળીનું વાવેતર કરશે તેને સારૂ ઉત્પાદન થશે. આ મગફળીની જાત 110 થી 115 દિવસ તૈયાર થઇ જાય છે. ખેડૂતોને 1 કિલો મગફળી દીઠ 5 થી 10 રૂપિયા વધુ રકમ મળશે. જેથી ખેડૂતોને બજાર કિંમતમાં પણ ફાયદો થશે. સરકારની મંજુરી મળ્યા બાદ ખેડૂતોને અપાશે ગિરનાર-4 અને 5 મગફળીનું સંશોધન થયું છે. પરંતુ સરકારની મીટીંગ મળ્યા બાદ તેમની મંજુરી મળે તે પછી આ મગફળીની જાત ખેડૂતોને આપવામાં આવશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મંજુરી મળી જાય તેવા પ્રયાસો છે. – ડો.એસ.કે.બેરા, પ્રિન્સીપાલ સાયન્ટીસઆ મગફળીનું વાવેતર ચોમાસામાં થાય છે ગિરનાર-4 અને 5 મગફળીનું સંશોધન કરાયું છે. તે ચોમાસમાં જ વાવેતર કરવામાં આવે છે. જેથી સારૂ એવું ઉત્પાદન કરી શકાય આ મગફળીનું વાવેતર ઉનાળમાં કરી શકાય તે અંગે વૈજ્ઞાનિકોએ હજુ સુધી સંશોધન કર્યુ નથી.

10 વર્ષ પહેલા ગિરનાર-2 અને 3નું સંશોધનજૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્રમાં 10 વર્ષ પહેલા ગિરનાર-2 અને 3 મગફળીનું સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યાર ફરી ગિરનાર-4 અને 5 નું સંશોધન કરવામાં આવ્યું છે.
ગિરનાર-4 અને 5 મગફળીના વાવેતરથી વધુ નફો
નવી મગફળીની જાત ગિરનાર-4 અને 5માં ઓલીક એસીડની માત્રા વધુ હોઇ છે. ખેડૂતો વધારે માંગ ધરાવતી ઉચ્ચ ઓલીક ધરાવતી ગીરનાર-4 અને 5 મગફળીના વાવેતરથી વધુ બજાર કિંમત અને નફો મેળવી શકશે.- રાધાકૃષ્ણ, મગફળી સંશોધન કેન્દ્રના ડિરેક્ટર

Krushikhoj WhatsApp Group