રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિ વિષયક વીજ ગ્રાહકો અને ધરતીપુત્રો પાસેથી એકસમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાશે. રાજ્ય સરકાર વાર્ષિક અંદાજે રૂ.૭૭ કરોડનો વધારાનો બોજ વહન કરશે. ૭.પ હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ ધરતીપુત્રોને લાભ મળશે. હવે ૦ થી ૭.પ અને ૭.પ થી વધુ હોર્સ પાવરના વીજ જોડાણ માટે પ્રતિ વર્ષ માટે રૂ.૬૬પ પ્રતિ હોર્સ પાવર માટે લેવાશે.

Monsoon Onion Ad

હાલ ૭.પ હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિ વર્ષ રૂ.૮૦૭.પ૦ પ્રતિ હોર્સ પાવર છે. ત્યારે રાજ્ય સરકારના નવા નિર્ણયથી ૦ થી ૭.૫ હોર્સ પાવર તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુ એમ બંને માટે એકસમાન રૂ.૬૬પ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે.

ધરતીપુત્રોને થશે લાભ

હોર્સ પાવર આધારિત કૃષિ વિષયક વીજ ગ્રાહકો અને ધરતીપુત્રોને હવેથી એકસમાન વીજ દર
રાજ્ય સરકાર વાર્ષિક અંદાજે રૂ.૭૭ કરોડનો વધારાનો બોજ વહન કરશે
૭.૫ હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ ધરતીપુત્રોને મળશે લાભ
૦ થી ૭.૫ અને ૭.૫થી વધુ હોર્સ પાવરના વીજ જોડાણ માટે પ્રતિ વર્ષ માટે રૂ.૬૬૫ પ્રતિ હોર્સ પાવર માટે લેવાશે
હાલ ૭.૫ હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિ વર્ષ રૂ.૮૦૭.૫૦ પ્રતિ હોર્સ પાવર છે
સરકારના નવા નિર્ણયથી એકસમાન રૂ.૬૬૫ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે

Krushikhoj WhatsApp Group