ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત અને ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલના અધિક્ષક કે.ટી. કામરીયાના મોટાભાઈના ખેતરમાં વીજ સોર્ટ સર્કિટથી લાગેલી આગના કારણે અઢી વિઘાની કડબમાથી બે વિઘાની કડબ રાખ થઈ જવા પામી છે

Monsoon Onion Ad

જે આગની ઘટનામાં બે વીઘામાં કડબ બળીને ખાખ થઇ જતા ખેડૂતને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે તો આગ લાગ્યાના ૭૨ કલાક વીત્યા છતાં પીજીવીસીએલના કર્મચારી કે ઈજનેર હજુ ડોકાયા નથી કે પંચ રોજકામ કર્યું નથી આ તાર અને પોલ તરી વર્ષ જુના હોવા છતાં નવા નાખવામાં આવ્યા નથી તેવા આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે આજે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજા, હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાએ વાડી માલિક મુળજીભાઈ તરશીભાઈ કામરીયાની મુલાકાત લીધી હતી અને વીજ કંપની તાત્કાલિક ખેડૂતને નુકશાનીનું વળતર ચુકવે તેવી તાકીદ કરવા જણાવ્યું હતું

ખેડુતોને જ્યાં જરુર જણાય ત્યાં ટંકારા તાલુકા ગ્રાહક મંડળ સાથે રહેશે અને જ્યાં સુધી પંચરોજ કામ ન થાય ત્યાં સુધી ખેતી ન કરવા જણાવ્યું હતું. જો વહેલી તકે આ ખેતરનું પંચરોજકામ થઈ જાય તો આગામી ચોમાસામાં વાવેતર થઈ શકે તેમ છે અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન ઘટે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું

મોરબી અપડેટના ન્યુઝ માધ્યમથી અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાની મુલાકાતથી આજે જીઈબીના ઈજનેર રાજપરાએ પંચરોજકામ કરવા ઘટના સ્થળે દોડી આવ્યા

Krushikhoj WhatsApp Group