ખેડૂતોને શિયાળુ પાક અંતર્ગત દિવસે પાવર લાઈટ આપવા ગ્રાહક સુરક્ષા મંડળ એ કરી રજૂઆત
ટંકારા પંથકના ખેડૂતોને હાલ શિયાળા પાક અંતર્ગત ઠંડીને કારણે દિવસે પાવર લાઇક પીજીવીસીએલ દ્વારા મળે તો ખેડૂતોના શિયાળા પાકને મેળવવા રાત દિવસ ખેડૂતો મહેનત કરતા હોય તેના પરિણામને સફળ બનાવવા માટે પાણીની માવજત જરૂરી છે ત્યારે ખેડૂતો શિયાળુ પાક અતર્ગત શિયાળાના માહોલમાં કડકડતી ઠંડીમાં હાલ રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં સીઝનના ફૂંકાતા ઠંડા પવનથી પસાર થવું પણ ખેડૂતો માટે જોખમી બન્યું છે જેથી પીજીવીસીએલ તંત્ર ખેડૂતોની શિયાળુ પાક અંતર્ગત સમસ્યા ને ધ્યાન રાખી યોગ્ય કરે તે માટે રાત્રિની જગ્યાએ દિવસે લાઈટ પાવર આપી ખેડૂતોના ચિંતક પ્રશ્નોને હલ કરે તેવી અપેક્ષાઓ સાથે લેખિતમાં કલેકટર તેમજ પીજીવીસીએલ તંત્રને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વી. વામજાએ તારીખ 16- 1- 2023 ના રોજ લેખિતમાં પત્ર પાઠવી યોગ્ય કરવા જણાવ્યું છે