કેન્દ્ર સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ખેતીને સરળ બનાવવા અને ઓછા ખર્ચે બનાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. ખેડુતો માટે ખેડાણ કરવાથી માંડીને અનેક કામો માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે. સરકારનો દાવો છે કે જ્યારે ખેડૂતો ડીઝલ ટ્રેક્ટર છોડશે અને સીએનજી ટ્રેકટરોનો ઉપયોગ કરશે ત્યારે તેઓ વાર્ષિક ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાની બચત કરશે.

ખેડૂતોને ખેતી માટે ટ્રેકટરનું એક અલગ જ મહત્વ હોય છે. ડિઝલના ભાવ પર અસર થતા તેની સીધી માઠી અસર ખેડૂતો પર પડતી હોય છે. પણ હવે મોટર કાર અને બસની જેમ ટ્રેકટરમાં પણ સી.એન.જી. ફીટીંગ મળી શકશે. કન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ દેશના પ્રથમ સી.એન.જી. ટ્રેક્ટરને લોન્ચ કર્યું હતું.

12 ફેબ્રુઆરીએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ સીએનજી ટ્રેક્ટરમાંથી પડદો ઉઠાવ્યો હતો. તેમણે સી.એન.જી. ટ્રેકટરોના અનેક ફાયદાઓ પણ ગણાવ્યા હતા. સરકારનો દાવો છે કે સીએનજી ટ્રેક્ટર ખેડૂતોની આજીવિકા સુધારવામાં પણ મદદ કરશે. રીટ્રોફ્ટેડ સીએનજી ટ્રેક્ટરની જાળવણી માટે ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં ખૂબ ઓછો ખર્ચ થશે, અને બળતણમાં ઘણી બચત થશે.

Krushikhoj WhatsApp Group