સરકારે 32070 ખેડૂતોને મેસેજ કર્યો, ચણા વેચવા માટે આવ્યા માત્ર 12994 

રાજકોટ તા. 18 : રાજયના નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા.૮ થી ચણાની અને તા.16 થી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ છે નિગમ દ્વારા ખેડૂતોને વસ્તુ લઇને બોલાવવાનું પ્રમાણ ક્રમશઃ વધારવામાં આવી રહ્યું છે.

ચણા માટે કુલ 3,81,924  ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ. જેમાંથી 3,50,653 નોંધણી માન્ય રહેલ 188 કેન્દ્રો પર ખરીદી ચાલુ છે. આજ સુધીમાં 32070 ખેડૂતોને મેસેજ મોકલાયેલ તે પૈકી 12994 ખેડૂતોએ ચણા વેચ્યાછે.

ઘઉં વેચવા માટે ૪૬૯૭૭ ખેડૂતોએ નોંધણી કરાવેલ. ૪૬૪૩પ નોંધણી માન્ય રહેલ પ્રથમ બે દિવસમાં ૩૦૯ ખેડૂતોને મેસેજ મોકલાયેલ જેમાંથી માત્ર ૯ ખેડૂતો ઘઉં વેચવા આવ્યા છે.

Krushikhoj WhatsApp Group