ખેડૂત ૭૨ કલાકમાં પાક વિમા કંપનીને માહીતી મોકલી દયે પાક વિમો ન હોય તેઓને પણ એસ.ડી.આર.એફ. નિયમોનુંસાર સહાય ચુકવાશે

રાજયના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં છેલ્લા ૩ દિવસમાં ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ થતા ખેડુતોના પાકને થયેલા નુકસશાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી જરૂરી સુચનાઓ જારી કરી છે. કૃષિ વિભાગના અધિક સચિવ પી. કે. પરમારે આ અંગેની વિગતો પત્રકારોને જણાવેલ કે નુકશાનીના સંદર્ભમાં બે તબકકે સર્વેની પ્રક્રિયા હાથ ધરાશે. જે મુજબ ખડુતોએ પાકનો વિમો ઉતરાવ્યો છે. તે ખેડુતોને પાક નુકશાન અંગે  વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરીયાદ કરવાની રહેશ. આવી ફરીયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણ મુજબ ચુકવવામાં આવશે. શ્રી પરમારે વધુમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એવી પણ સુચના અપાઇ છે કે જે ખેડુતોએ પાક વીમો ઉતરાવ્યો નથી તેવા ખેડુતોના કિસ્સામાં રાજય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકશાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકશાનીનો અંદાજ મેળવ્યા બાદ એસ.ડી.આર.એફ.ના નિયમોનુસાર સહાય ચુકવાશે. કૃષિ અધિ મુખ્ય સચિવે ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં એકથી વધુ ઇંચ કનિદૈ લાકિઅ વરસાદ થયો તેનો વિગતો આપણા જણાવેલ કે આ વરસાદથી ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકશાન થયુ છે. જે ૪૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. તેમાં કનિદૈ લાકિઅ સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચના ૪, મોરબીના ૪, અમદાવાદ-આણંદ-નર્મદાના ૩, ૩, અરવલ્લી નવસારી રાજકોટ અને વડોદરાના ૨, ૨, તેમજ અમરેલી, છોટા ઉદેપુર, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, કચ્છ અને વલસાડના ૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે. જે ખેડુતોએ વિમો ઉતરાવ્યો છે તેમણે ૭૨ કલાકની અંદર ટોલ ફ્રી નંબર પર ફરીયાદ કરવાની રહેશે. ત્યાર બાદ ૧૦ દિવસમાં પાક વીમા કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે. રાજયમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અન્વયે જે વીમા કંપનીઓએ ટોલ ફ્રી નંબર જિલ્લા વાઇઝ જાહેર કર્યા છે.

Krushikhoj WhatsApp Group