ગુજરાતમાં પાક વીમાં કંપનીઓની મનમાની સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે પાક વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી.
ખેડૂતોએ પાકવીમા અંગે અરજી કરી હતી જેના હાઇકોર્ટે વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. 2017-18માં ખેડૂતોને પાકવીમાનું વળતર હજુ સુધી નથી ચુકવાયુ. એટલુ જ નહી પરંતુ SBI જનરલ વીમા કંપનીએ તો વળતર આપવાની પણ ના પાડી દીધી છે.
ખેડૂતોએ વીમાના વળતર માટે કરી હતી માગ
વર્ષ 2017-18માં ખેડૂતોને નુકસાન થયું હતું
SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી
શું કરી હતી ખેડૂતોએ માંગ
ખેડૂતોએ વીમાના વળતર માટેની માગ કરી હતી. વર્ષ 2017-18માં ખેડૂતોને નુકસાન થયું હતું. SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. નુકસાનું વળતર વીમા કંપનીએ આપવું જોઇએ. કોર્ટે વીમા કંપનીને એફિડેવિટ કરવા કર્યો આદેશ. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
વીમા કંપનીઓ કરે છે મનમાની
ગુજરાતમાં વીમા કંપનીઓ સરકારને પણ ગાંઠતી નથી. સરકાર ગમે તે કહે પરંતુ વીમા કંપની તો પોતાની મનમાની કરવામાં મગન છે. દર વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે જગતના તાત ખેડૂતને નુકસાન થાય છે ત્યારે સરકાર પાક વીમાને નામે જાણે લોલીપોપ આપી ખેડૂતોને બંધ કરી દેવાની કવાયત કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. ખુદ સરકારને વારંવાર રજૂઆત કર્યા બાદ આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.