ઓસ્ટ્રેલિયાથી 2.5 લાખ ગાંસડી કપાસ ભારતમાં ઠલવાશે ? છેલ્લા ત્રણેક દિવસમાં એક દૈનિકપત્રમાં છપાયેલ કપાસની વિગત અને એ પ્રકારનો સોશ્યલ મીડિયામાં ફરતો વીડિયો ઘણા ખેડૂતોએ મોકલીને સવાલ કર્યો કે શું આ સાચું છે ? હા, એ 100 % સાચું છે. વર્ષ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા કરાર મુજબ ફ્રી ડ્યુટી આયાત-નિકાસ થઇ શકે છે.
જેમાં ૩ લાખ રૂ આયાતનો મુદ્દો સમાવેશ છે. એમ માનો તો ગત વર્ષે આ સમય સુધી વિશ્વ માર્કેટમાંથી ૬ લાખ ગાંસડી રૂની આયાત થઇ હતી, તે આ વખતે વધીને 10.5 લાખ ગાંસડી થઈ છે. રૂ ની નિકાસ અંગે વાત કરીએ તો ગત વર્ષે 38 લાખ ગાંસડી રૂ નિકાસ થયું હતું, તેની સામે ચાલુ વર્ષે હાલનાં સમયે માત્ર 11.50 લાખ ગાંસડી રૂની માંડ નિકાસ થઇ છે. ખાટલો મોટો તફાવત રહ્યાંનું એક માત્ર કારણ છે કે વિશ્વ માર્કેટમાં આપણા રૂનાં ભાવ ઊંચા હોવાથી આયાત વધવા સામે નિકાસમાં ખુબ મોટો ઘટાડો થયો છે, બજાર વર્તુળોના આંકડા મુજબ આ સમયે ગત વર્ષે 260 લાખ ગાંસડી કપાસ માર્કેટમાં ઠલવાઇ ચૂક્યો હતો. આ વર્ષે ઊંચા ભાવની અપેક્ષાએ ખેડૂતોની પક્કડ મજબૂત રહી છે, કે જે પાછલા વર્ષોમાં ક્યારેય જોવા મળી નથી. સિઝન પ્રારંભથી અત્યાર સુધીમાં 235 લાખ ગાંસડી કપાસ માર્કેટમાં લવાયો છે. 303 લાખ ગાંસડી સામે આ વર્ષે ૩૪૦ લાખ ગાંસડી રૂ પાકવાનો અંદાજ બજારમાં આવ્યો છે. એ હિસાબે બજારમાં એવો અડસટો લગાવાઇ રહ્યોં છે કે 100 લાખ ગાંસડી રૂ હજુ ભારતનાં ખેડૂતોનાં ઘરમાં પડેલું છે,
340 લાખ પાક સામે બજારમાં એવો અડસટ્ટો લગાવાઇ રહ્યાં છે કે ભારતનાં ખેડૂતોનાં ઘરમાં ૧૦૦ લાખ ગાંસડી રૂ પડ્યું હશે…
ભારતીય કપાસના ભાવ વિશ્વબજાર કરતા ઉંચા છે. ઓસ્ટ્રેલિયામાંથી છેલ્લા બે વર્ષથી આયાત વધી રહી છે. આવતા ત્રણ માસમાં અઢી લાખ ગાંસડીની આયાત થશે. આયાતકારોએ સોદા કર્યા છે અને તુર્તમાં આવક થશે. ઓસ્ટ્રેલિયન રૂમાં ભેજ ઓછો હોય છે અને સ્પીનર્સોને વધુ યાર્ન મળે છે. સાથોસાથ ઓસ્ટ્રેલિયન યાર્ડના ભાવ પણ ઉંચા છે. સૂત્રોએ કહ્યું કે મોટાભાગનો આયાતી માલ ગુજરાતની સ્પીનીંગ મીલો પાસે જ આવશે.
2022માં ઓસ્ટ્રેલિયામાંથી 283 મીલીયન ડોલરના રૂની આયાત થઈ હતી જે આગલા વર્ષ કરતા ચાર ગણી વધુ હતી.સૂત્રોએ કહ્યું કે આફ્રિકાથી પણ આયાત થઈ શકે છે. આયાત જકાતમાં 50 ટકાનો લાભ મળે તેમ છે. 5.50 ટકાની ડયુટીએ આયાત શકય બનશે. ભારતીય રૂના ભાવ ઉંચા હોવાથી આફ્રિકાથી આયાત સસ્તી પડે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રૂની ગાંસડીનો ભાવ રૂા.1.10 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો જે હાલ 61500 આસપાસ ચાલી રહ્યો છે.