તારીખ 18/02/25 થી તા 09/03/25 (20 દિવસ) સુધી અરજી કરી શકાશે
તા.18/02/25 થી તા.09/03/25 (દિન-૨૦) સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. રાજ્યના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા અનુરોધ છે.
ચણાનો ભાવ 1130 રૂપિયા પ્રતિ મણ અને રાયડા નો ભાવ 1190 રૂપિયા પ્રતિ મણ નક્કી થયો છે
વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તા.14 માર્ચ 2025 ના રોજ થી કરવામાં આવશે, જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાના પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
🎯 અરજી સમયે સાથે રાખવાના થતા ડોક્યુમેન્ટ
જમીનના ૮-અ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ અને મોબાઈલ નંબર, બેંક સેવિંગ ખાતાની પાસબુકમાં બેંકની વિગત દર્શાવતા પાનાની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
