2024 માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં અનાજના ભાવમાં વધારો ન થાય અને ફુગાવો ફરી ઊંચે ન જાય તેની તકેદારી રાખવા ઘઉં તથા આટા જેવા ખાદ્ય પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા દરેક પગલાં લેવા સરકાર વિચારી રહી છે, જો સરકાર ઘઉં ને નિકાસ ની છૂટ આપે તો ખેડૂતો ને ઉચ્ચા ભાવ મળી શકે છે

Monsoon Onion Ad

ઘરઆંગણે ભાવમાં ઉછાળો ન આવે માટે ઘઉંનો નિકાસ પ્રતિબંધ પણ ચાલુ રખાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

નવા પાકના આગમન તથા બફર સ્ટોકસમાંથી ખુલ્લા બજારમાં માલ ઠાલવવાને કારણે ઘઉં તથા આટાની કિંમતમાં તાજેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે ઘરઆંગણે ભાવમાં ઉછાળો આવતા સરકારે ગયા વર્ષના મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો.

ટેકાના ભાવે હાલમાં ચાલી રહેલી ખરીદી હેઠળ સરકારી એજન્સીઓએ અત્યાર સુધીમાં ૨૪૦ લાખ ટન ઘઉંની ખરીદી પૂર્ણ કરી છે અને વર્તમાન મોસમમાં આઆંક ૩૦૦ લાખ ટન પહોંચવા ધારણાં છે.

આવશ્યકતા પડે ત્યારે બજારમાં પૂરવઠો વધારવા સરકાર ઘઉં સહિતના કૃષિ ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરી બફર સ્ટોકસ ઊભો કરે છે. ૧ લી મેના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ૨૮૫ લાખ ટન ઘઉંનો સ્ટોક હતો જ્યારે નેશનલ ફૂડ સિક્યુરિટી સ્કીમ માટે સરકારને ૧૮૪ લાખ ટન ઘઉંની આવશ્યકતા રહે છે.

 

Krushikhoj WhatsApp Group