ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીના 39 અને બાગાયતા 85 એમ કુલ 124 જેટલા ઘટકોમાં સબસીડી માટે અરજી સ્વીકારવા નું ચાલુ છે
આઇ – ખેડૂત પોર્ટલ ( https://ikhedut.gujarat.gov.in ) ઉપર અરજી સ્વિકારવામાં આવી રહી છે.
30 એપ્રિલ સુધી ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે . આ વખતે કૃષિ અને બાગાયતના લગભગ તમામ ઘટકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ટ્રેકટર , રોટાવેટર , પ્લાઉ , શ્રેશર , ઓરણી , શ્રેડર , રીપર , પ્લાન્ટર , ડીગર , દવા છંટકાવનો પંપ , સબમર્સીબલ પંપ , લેન્ડ લેવલર , તાડપત્રી સહિતના ખેતીવાડીના ઘટકોમાં સબસીડી માટે અરજી થઇ શકશે.
જ્યારે બાગાયતની વાત કરીએ તો ફળ, શાકભાજી, ફૂલ તેમજ ઔષધિય પાકોના રોપા, બિયારણ, 20 એચપી સુધીના ટ્રેકટર, ટ્રેકટર સંચાલિત સ્પેયર, નર્સરીની સ્થાપના, મલ્ચીંગ, કોલ્ડ સ્ટોરેજ, મધમાખી ઉછેર સહિતના ઘટકોમાં સબસીડી મળવાપાત્ર છે
સબસીડીના ધોરણો ખેડૂતો પ્રમાણે અલગ – અલગ છે . મહિલા ખેડૂત, સિંમાંત ખેડૂત તેમજ અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને સામાન્ય ખેડૂતની સરખામણીએ થોડી વધારે સબસીડી મળવાપાત્ર છે. આઇ – ખેડૂત પોર્ટલ ઉપર હાલ ખેડૂતોએ સબસીડી માટે ઓનલાઇન અરજી કરવાની છે. આ બાદ સામાન્ય રીતે સબસીડી માન્ય થાય ત્યારે ખેડૂતોએ અધિકૃત વિક્રેતા પાસેથી જે – તે ઘટક અંગે ખરીદી કરવાની હોય છે. ઘણાં ઘટકોના અધિકૃત વિક્રેતાઓના નામ તેમજ ઘટકોની કિંમત પણ આઇ – ખેડૂત પોર્ટલ ઉપર જણાવવામાં આવી છે . આ અંગેની વધુ માહિતી માટે ગ્રામ સેવક , તાલુકા ખેતી વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો